અંકલેશ્વર:JCI દ્વારા રક્ષાબંધનના પર્વની આગોતરી ઉજવણી, સબજેલના કેદીઓને રાખડી બાંધી ઉજવણી કરાય

રક્ષાબંધનના પર્વની આગોતરી ઉજવણી કરવામાં આવી હતી. જેમાં અંકલેશ્વર સબજેલના કેદીઓને રાખડી બાંધી પર્વની ઉજવણી કરવામાં આવી હતી

અંકલેશ્વર:JCI દ્વારા રક્ષાબંધનના પર્વની આગોતરી ઉજવણી, સબજેલના કેદીઓને રાખડી બાંધી ઉજવણી કરાય
New Update

અંકલેશ્વર જે.સી.આઈ. દ્વારા રક્ષાબંધનના પર્વની આગોતરી ઉજવણી કરવામાં આવી હતી. જેમાં અંકલેશ્વર સબજેલના કેદીઓને રાખડી બાંધી પર્વની ઉજવણી કરવામાં આવી હતી રક્ષાબંધન એ ભાઈ બહેન નો પવિત્ર તહેવાર છે જેમાં બેહન ભાઈને રાખડી બાંધીને ભાઈની લાંબી ઉંમર તથા સ્વસ્થ જીવન માટે પ્રાર્થના કરે છે અને ભાઈ તેની રક્ષા કરવાની જિમ્મેદારી લે છે.જેસીઆઇ અંકલેશ્વર પરિવારે અંકલેશ્વર સબજેલમાં રક્ષાબંધનના તહેવારની ઉજવણી કરી હતી.

જેમાં જેલમાં રહેતા 60 થી વધારે કેદીઓને રાખડી બાંધી તેમને પણ હકારમત જીવન જીવવા પ્રેરિત કર્યા હતા. આ કાર્યક્રમમાં અંકલેશ્વર મામલતદાર કે.જે.રાજપૂત, અંકલેશ્વર નાયબ મામલતદાર અલ્પેશપરમાર,અંકલેશ્વર સબજેલના જેલર ઉપસ્થિત રહ્યા હતા.જેસીઆઈ અંકલેશ્વરના પ્રમુખ જેસી કિંજલ શાહ, પાસ્ટ નેશનલ વાઈસ પ્રેસિડન્ટ જેસી ચિરાગ શાહ, જેસી શીતલ જાની, જેસી ચંચલ જૈન, જેસી શ્યામા શાહ જેસી શ્રીમાતા ઉપસ્થિત રહ્યા હતા

#Connect Gujarat #Ankleshwar #Rakshabandhan #Rakhi2022 #Rakshabandhan 2022 #Rakhi Festival #Rakshabandhan Celebration #JCI Anklehswar #JCI Bhavan Ankleshwar #Ankleshwar Sub Jail
Here are a few more articles:
Read the Next Article