અંકલેશ્વર : અખિલ રાજસ્થાન સેવા મંડળ-અંકલેશ્વર દ્વારા "હોળી સ્નેહ મિલન"કાર્યક્રમ યોજાયો...

ગોકુલ પાર્ટી પ્લોટ ખાતે અખિલ રાજસ્થાન સેવા મંડળ-અંકલેશ્વર દ્વારા "હોળી સ્નેહ મિલન"કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

New Update
અંકલેશ્વર : અખિલ રાજસ્થાન સેવા મંડળ-અંકલેશ્વર દ્વારા "હોળી સ્નેહ મિલન"કાર્યક્રમ યોજાયો...

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર GIDC વિસ્તાર સ્થિત ગોકુલ પાર્ટી પ્લોટ ખાતે અખિલ રાજસ્થાન સેવા મંડળ-અંકલેશ્વર દ્વારા "હોળી સ્નેહ મિલન"કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

અખિલ રાજસ્થાન સેવા મંડળ-અંકલેશ્વરના રજત જયંતી મહોત્સવ નિમિત્તે ગત તા. 6 એપ્રિલના રોજ "હોળી સ્નેહ મિલન" અને રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન અંકલેશ્વરના GIDC વિસ્તાર સ્થિત ગોકુલ પાર્ટી પ્લોટ ખાતે કરવામાં આવ્યું હતું. અખિલ રાજસ્થાન સેવા મંડળ-અંકલેશ્વરના રજત જયંતી મહોત્સવ નિમિત્તે આયોજિત "હોળી સ્નેહ મિલન" કાર્યક્રમમાં ગરવી ગુજરાત અને રંગીલા રાજસ્થાનનો સુભગ સમન્વય જોવા મળ્યો હતો. જેમાં રાજસ્થાનના પ્રખ્યાત "પનિહારી ગ્રુપ" દ્વારા રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમની શાનદાર પ્રસ્તુતિ કરવામાં આવી હતી. આ સાથે જ સમાજના શ્રેષ્ઠીઓનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ભરૂચ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર મનસુખ વસાવા, ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, સમસ્ત રાજસ્થાન સેવા મંડળ-અંકલેશ્વરના હોદેદારો તેમજ મોટી સંખ્યા રાજસ્થાની પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા.

Latest Stories