અંકલેશ્વર : શ્યામ રસની જ્યોતને જગાડવા અગ્રવાલ બિલ્ડર્સ દ્વારા અમૃત ભજન સંધ્યા યોજાય, ઝૂમી ઉઠ્યા શ્યામ ભક્તો...

અંકલેશ્વરના અમરતપુરા નજીક અગ્રવાલ બિલ્ડર્સ દ્વારા અમૃત ભજન સંધ્યાનું આયોજન કરવામાં આવ્યું હતું.

New Update
અંકલેશ્વર : શ્યામ રસની જ્યોતને જગાડવા અગ્રવાલ બિલ્ડર્સ દ્વારા અમૃત ભજન સંધ્યા યોજાય, ઝૂમી ઉઠ્યા શ્યામ ભક્તો...

ભરૂચ જિલ્લાના અંકલેશ્વરના અમરતપુરા નજીક અગ્રવાલ બિલ્ડર્સ દ્વારા અમૃત ભજન સંધ્યાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શ્યામ ભક્તોએ અમૃત ભજન સંધ્યા, બાબાની અદ્દભુત પ્રતિમા અને અલૌકિક શૃંગારના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.

શ્યામ રસની જ્યોતને જગાડવા પ્રથમવાર ભરૂચ જિલ્લાના અંકલેશ્વરના અમરતપુરા નજીક અગ્રવાલ બિલ્ડર દ્વારા ભવ્ય અને સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. સમગ્ર વિશ્વમાં શ્યામ ભક્તિની જ્યોત જગાવનાર સ્વર સમ્રાટ, શ્યામ પ્રેમી ભજનિક કનૈયા મિત્તલ અને પરવિંદર પલક, નિશા સાથે અને ગોવિંદ શ્યામ દ્વારા ભરૂચ જિલ્લાના અંકલેશ્વરના અમરતપુરા નજીક અમૃત ભજન સંધ્યાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શ્યામ ભક્તોએ અમૃત ભજન સંધ્યા, બાબાની અદ્દભુત પ્રતિમા અને અલૌકિક શૃંગારના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. ભક્તિભાવ સાથે બાબાની ભવ્ય ઝાંખીના દર્શન કરવા લોકોએ લાંબી કતાર લગાવી હતી. આ સાથે જ ગુજરાતના ખૂણે ખૂણેથી શ્યામ ભક્તો કનૈયા મિત્તલની શ્યામ વાણીને સાંભળવા ઉમટી પડ્યા હતા. અહી ભાવિક ભક્તો માટે મહાપ્રસાદીનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. સાથે સાથે સુંદર આયોજન કરવા બદલ અગ્રવાલ બિલ્ડરનો પણ તમામ શ્યામ ભક્તોએ આભાર માન્યો હતો.

Latest Stories