New Update
/connect-gujarat/media/post_banners/a682a113d68aa9ef97603902ba17e0d502e2bd579c7a8b532f6908c1cb19bbc3.jpg)
ભરૂચ જિલ્લાના અંકલેશ્વરમાં સ્થાનિકો દ્વારા અવારનવાર પંથકમાં ગંદકીને લઈને રજૂઆતો કરવામાં આવે છે ત્યારે આજરોજ નગરપાલિકા પ્રમુખે રૂબરૂ ત્રણ રસ્તા પાસે શાક માર્કેટની બહાર આવેલી ગંદકીને જે.સી.બી દ્વારા સાફ કરવાની કામગીરી હાથધરી હતી. અંકલેશ્વર નગરપાલિકા દ્વારા ત્રણ રસ્તા પર આવેલ શાક માર્કેટની બહાર વરસાદના કારણે કાદવ કિચડ અને કચરો એકત્ર થયો હતો જેની માહિતી મળતા નગરપાલિકા પ્રમુખ વિનય વસાવાએ સ્થળ પર રૂબરૂ રહીને સફાઈ કરાવી હતી. આ ઉપરાંત વહીવટી વિભાગ સાથે મિટિંગ કરી આવનાર આયોજન અંગે સૂચનો આપવામાં આવ્યા હતા.
Related Articles
Latest Stories