અંકલેશ્વર : “પ્રાણી સેવા એ જ પ્રભુ સેવા”ને વરેલા જીવદયા પ્રેમી છેલ્લા 15 વર્ષથી કરે છે શ્વાનોની સેવા…

હસ્તી તળાવ પાસે આવેલ ગુજરાત હાઉસિંગ બોર્ડ વિસ્તારમાં રહેતા ગજેન્દ્રભાઈ શાહ છેલ્લા 15 વર્ષ કરતા વધુ સમયથી 16 જેટલા શ્વાન પાળે છે.

New Update
અંકલેશ્વર : “પ્રાણી સેવા એ જ પ્રભુ સેવા”ને વરેલા જીવદયા પ્રેમી છેલ્લા 15 વર્ષથી કરે છે શ્વાનોની સેવા…

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના હસ્તી તળાવ પાસે આવેલ ગુજરાત હાઉસિંગ બોર્ડ વિસ્તારમાં રહેતા ગજેન્દ્રભાઈ શાહ છેલ્લા 15 વર્ષ કરતા વધુ સમયથી 16 જેટલા શ્વાન પાળે છે. એટલું જ નહીં, તમામ શ્વાનની સેવા અને ખોરાકની પણ વ્યવસ્થા સાથે પ્રાણી સેવા એ જ પ્રભુ સેવાના સૂત્રને સાર્થક કરી બતાવ્યુ છે.

અંકલેશ્વર તાલુકાના હસ્તી તળાવ પાસે આવેલ ગુજરાત હાઉસિંગ બોર્ડ વિસ્તારમાં રહેતા ગજેન્દ્રભાઈ શાહ પ્રાણી સેવા એ જ પ્રભુ સેવાને વરેલા છે. આશરે 15 વર્ષ પહેલા તેઓની આર્થિક સ્થિતિ સારી ન હતી. તે વેળા માદા શ્વાને તેઓના ઘર પાછળ 7 બચ્ચાઓને જન્મ આપ્યો હતો. જેમાં આ શ્વાનોની સેવા કર્યા બાદ તેઓની આર્થિક સ્થિતિમાં સુધારો થયો હતો, ત્યારબાદ તેઓ માને છે કે, પ્રાણીઓની સેવા એ જ પ્રભુ સેવા છે, અને પ્રાણીઓની સેવા કરીશું તો ભગવાન પણ ખુશ થશે. ત્યારબાદથી તેઓએ શ્વાન પાળવાની શરૂઆત કરી હતી. ગજેન્દ્રભાઇ શ્વાન પાછળ દિવસ દરમ્યાન 2 હજાર રૂપિયાનો ખર્ચ કરે છે. તો મહિને મહિને 50 હજારથી વધુનો ખર્ચ થાય છે. તેઓની આવક કરતા અડધો ઉપરનો ભાગ શ્વાન પાછળ ખર્ચ કરે છે. તેઓ દેશી શ્વાનને મેડિકલ ટ્રીટમેન્ટ, માદા શ્વાનનું ઓપરેશનનોપણ ખર્ચ ઉઠાવે છે. તેઓના ઘરમાં રહેતા 16 શ્વાન સહિત બહારના આશરે 50થી વધુ શ્વાનને ખોરાક પૂરો પાડે છે. ગજેન્દ્ર શાહે જણાવ્યું હતુ કે, તેઓને હજી પણ વધારે સેવા કાર્ય કરવું છે. તેમજ લોકો પણ આગળ આવીને આવી સેવા પ્રવૃત્તિ કરે તેવી તેઓએ ઈચ્છા વ્યક્ત કરી હતી.

Latest Stories