/connect-gujarat/media/post_banners/2f407383dca46d5743b1503f9d3abc8adba2dd1a3a58769efb626cec4854cb68.jpg)
અંકલેશ્વરના સારંગપુરની મીરાનગર સોસાયટીમાં લૂંટને અંજામ આપનાર છારા ગેંગની સાત મહિલાઓએ કોસમડીની સન પ્લાઝા સોસાયટીમાં પણ રૂ.4 લાખની લૂંટ ચલાવી હોવાનું બહાર આવ્યું છે
અંકલેશ્વરના સારંગપુર વિસ્તારમાં આવેલ મીરાનગર સોસાયટીમાં મહાદેવ મંદિર પાસે રહેતી હોસલી દેવી રમેશ રાજમંગલ યાદવ પોતાના ઘરે હતી તે દરમિયાન સાતથી વધુ મહિલાઓ આવી હતી અને તેઓએ હોસલી દેવી પાસે જમવાનું માંગી વાતોમાં ભોળવી ધક્કો મારી નીચે પાડી એક મહિલા ઘરના ઘુસી જઈ કબાટમાં રહેલ રોકડા 20 હજાર અને સોના-ચાંદીના ઘરેણાં મળી કુલ 1.45 લાખની લૂંટ ચલાવી ભાગવા જતા મકાન માલિકે બુમરાણ મચાવતા સોસાયટીના લોકોએ સાત મહિલાઓને પકડી પાડી પોલીસને હવાલે કરી હતી. પોલીસે આ તમામ મહિલાઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.