અંકલેશ્વર: એશિયન પેઇન્ટ્સ ઇન્ટરનેશનલ મેરેથોનનું આયોજન,મોટી સંખ્યામાં દોડવીરોએ લીધો ભાગ

આજ રોજ એશિયન પેઇન્ટ્સ ઇન્ટરનેશનલ મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં દોડવીરોએ ભાગ લીધો હતો

New Update
અંકલેશ્વર: એશિયન પેઇન્ટ્સ ઇન્ટરનેશનલ મેરેથોનનું આયોજન,મોટી સંખ્યામાં દોડવીરોએ લીધો ભાગ

અંકલેશ્વરમાં આજ રોજ એશિયન પેઇન્ટ્સ ઇન્ટરનેશનલ મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં દોડવીરોએ ભાગ લીધો હતો

અંકલેશ્વર જી.આઈ.ડી.સી.ના આધ્યસ્થાપક એવા ડી.એ. આનદપુરાની સ્મૃતિમાં અંકલેશ્વર ઇન્ડસ્ટ્રિયલ ડેવલોપમેન્ટ સોસાયટી સંચાલિત ડી.એ.આનદપુરા કલ્ચરલ અને સ્પોર્ટ્સ સેન્ટર ખાતે આજ રોજ આંતરરાષ્ટ્રીય મેરાથોન રેસનું આયોજન કરવામાં આવ્યુ છે.જે મેરેથોન દોડનું ઝઘડિયા રિતેશ વસાવા,પૂર્વ ધારાસભ્ય દુષ્યંત પટેલ અને બીનીતા ચોકસી,ડી.આઈ.એના ડો.સુનિલ ભટ્ટના હસ્તે લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરવામાં આવ્યું હતું.આ મેરથોનમાં ૨૧.૫ કિલોમીટર અને ૧૦ કિલોમીટરની સમયબદ્ધ દોડ, ૫ અને ૩ કિલોમીટરની ફન રનમાં મોટી સંખ્યમાં દોડવીરો જોડાયા હતા.આ મેરાથોનમાં અંકલેશ્વર, ભરૂચ, ઝગડિયા, દહેજ, પાનોલી, સાયખા, વિલાયત જી.આઈ. ડી.સી. એસોસિએશન, વિવિધ કંપનીઓના સહયોગથી મેરેથોન યોજાઈ હતી.આ મેરેથોનમાં અંકલેશ્વર ઇન્ડસ્ટ્રિયલ ડેવલોપમેન્ટ સોસાયટીના પ્રમુખ અશોક પંજવાણી,હર્ષદ પટેલ,જે.આઈ.એના પ્રમુખ રાજેશ નહાટા, ચેનલ નર્મદાના ડાયરેક્ટર હરીશ જોશી,પી.આઈ.એનના પ્રમુખ બી.એસ.પટેલ સહિત મોટી સંખ્યામાં લોકો જોડાયા.

Latest Stories