Connect Gujarat
ભરૂચ

અંકલેશ્વર : રૂ. 14.35 લાખના દારૂના જથ્થા સાથે બી’ ડીવીઝન પોલીસે કરી 2 ઈસમોની ધરપકડ...

સુરતથી ભરૂચ જતા નેશનલ હાઇવે ઉપર આવેલ સહયોગ હોટલના પાર્કિંગમાં બંધ બોડીનું ટાટા કંપનીનું કન્ટેનર નંબર એચ.આર.-ડબ્લ્યુ-૧૪૦૪ ઉભેલ છે,

અંકલેશ્વર : રૂ. 14.35 લાખના દારૂના જથ્થા સાથે બી’ ડીવીઝન પોલીસે કરી 2 ઈસમોની ધરપકડ...
X

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર નેશનલ હાઇવે પર આવેલ સહયોગ હોટલના પાર્કિંગમાંથી બી’ ડીવીઝન પોલીસે રૂ. ૧૪.૩૫ લાખનો દારૂ મળી કુલ રૂપિયા ૨૦.૪૩ લાખના મુદ્દામાલ સાથે ચાલક અને ક્લીનરને ઝડપી પાડ્યો હતો, જયારે બે ઇસમોને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

મળતી માહિતી અનુસાર, સુરતથી ભરૂચ જતા નેશનલ હાઇવે ઉપર આવેલ સહયોગ હોટલના પાર્કિંગમાં બંધ બોડીનું ટાટા કંપનીનું કન્ટેનર નંબર એચ.આર.-ડબ્લ્યુ-૧૪૦૪ ઉભેલ છે, જે કન્ટેનરમાં મોટા પ્રમાણમાં વિદેશી દારૂનો જથ્થો રહેલો હોવાની બાતમીના આધારે અંકલેશ્વર બી’ ડીવીઝન પોલીસે દરોડા પાડ્યા હતા. પોલીસે કન્ટેનરમાં બેઠલ ચાલક અને ક્લીનરને અંદર શું હોવાનું પુછપરછ કરતા તેઓએ કલરના ડબ્બા હોવાનું જણાવ્યું હતું. પોલીસે કન્ટેનરનો દરવાજો ખોલી જોતા તેમાંથી વિદેશી દારૂની ૧૪,૩૫૨ નંગ બોટલ મળી આવી હતી. પોલીસે રૂ. ૧૪.૩૫ લાખનો દારૂ અને રૂ. ૫ લાખની ટ્રક તેમજ બે ફોન મળી કુલ રૂ. ૨૦.૪૩ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આ સાથે જ રાજસ્થાનના ભીલવાડાના ધાપડા ખાતે રહેતો કન્ટેનર ચાલક બાબુસિંહ ગુલાબસિંહ રાવત અને ક્લીનર સુવાલાલ છોગાજી ગુર્જરને ઝડપી પાડ્યો હતો. પોલીસે ઝડપાયેલ બંનેને વિદેશી દારૂ અંગે પુછપરછ કરતા આ જથ્થો તેઓ વાપીથી ઓમકાર ઉર્ફે ઓમજીએ ભરી આપી સહયોગ હોટલના પાર્કિંગમાં ઉભા રહેવાનું જણાવ્યું હતું. પોલીસે વિદેશી દારૂનો જથ્થો મોકલનાર અને મંગાવનારને વોન્ટેડ ઈસમને જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે.

Next Story