/connect-gujarat/media/post_banners/cedad874ad993538ff11047280969743999c9c76347034855b01d161c11e05fd.webp)
અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે નવા કાંસિયા ગામના મહાકાળી મંદિર પાસે ક્રિકેટ ગ્રાઉન્ડથી જુગાર રમતા ચાર જુગારીયાઓને 42 હજારથી વધુના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા જ્યારે અન્ય બે ફરાર થઈ ગયા હતા
અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમા હતો તે દરમિયાન બાતમી મળી હતી કે નવા કાંસિયા ગામના મહાકાળી મંદિર પાસે ક્રિકેટ ગ્રાઉન્ડમાં કેટલાક ઇસમો જુગાર રમી રહ્યા છે જેવી બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા પોલીસે સ્થળ પરથી રોકડા 27 હજાર અને ત્રણ મોબાઈલ ફોન મળી કુલ 42 હજારથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો ગામના જુગારી જશવંત વસાવા,વિજય વસાવા અને નરેશ વસાવા તેમજ વિશ્રામ વસાવાને ઝડપી પાડ્યો હતો જ્યારે અન્ય બે જુગારી ફરાર થઈ ગયા હતા.