/connect-gujarat/media/post_banners/5e6fede1f332bfb7d637aa0069f3d1cdcfa80aa44002a5faac46a8e345e8377e.webp)
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેર બી’ ડિવિઝન પોલીસે બાતમીના આધારે અંદાડા ગામે આવેલ કૃષ્ણનગર-2માં આવેલ ખુલ્લી જગ્યા અને જાહેરમાં જુગાર રમતા 8 ઇસમોને ઝડપી પાડી રૂ. 10 હજાર ઉપરાંતનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.
મળતી માહિતી અનુસાર, અંક્લેશ્વર શહેર બી’ ડિવિઝન પોલીસને બાતમી મળી હતી કે, અંકલેશ્વરના અંદાડા ગામે આવેલ કૃષ્ણનગર-2માં ખુલ્લી જગ્યામાં આવેલ બાવળના ઝાડ નીચે જાહેરમાં કેટલાક ઇસમો જુગાર રમી-રમાડે છે. જે બાતમીના આધારે પોલીસે બાતમીવાળા સ્થળ ઉપર દરોડા પાડતા 8 જેટલા ઇસમો પોલીસની પકડમાં આવી ગયા હતા. પોલીસે અંગઝડતી તેમજ દાવ ઉપર લાગેલ રોકડ રકમ તથા જુગારના સાધનો મળી 10,600 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. સમગ્ર મામલે અંક્લેશ્વર શહેર બી’ ડિવિઝન પોલીસે તમામ વિરુદ્ધ જુગાર ધારાની કલમો હેઠળ ગુનો દાખલ કરી વધુ તપાસ આરંભી છે.