અંકલેશ્વર: બી ડિવિઝન પોલીસે પ્રોહીબિશનના અનેક ગુનામાં સંડોવાયેલ કુખ્યાત બુટલેગરની કરી ધરપકડ

અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકના પ્રોહિબિશન એક્ટના ગુનામાં સંડોવાયેલ કુખ્યાત બુટલેગરને પોલીસે ઝડપી પાડ્યો હતો.

New Update

ગત તારીખ-10મી માર્ચના રોજ અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે બાતમીના આધારે રાજપીપળા ચોકડી સ્થિત પટેલ પટેલ નગરના દાજી કોમ્પ્લેક્ષમાં રહેતો બુટલેગર પ્રકાશ ઉર્ફે માસ્ટર લાજરસ વસાવા પોતાના ઘરે દરોડા પાડ્યા હતા પોલીસે સ્થળ પરથી વિદેશી દારૂની 9 નંગ બોટલ મળી કુલ 4 હજારથી વધુના મુદ્દામાલ સાથે બુટલેગર પ્રકાશ વસાવાને ઝડપી પાડ્યો હતો જ્યારે વિદેશી દારૂનો જથ્થો આપનાર ઈમરાન ઉર્ફે મરઘી દિલાવર દીવાનને વોન્ટેડ જાહેર કર્યો હતો તે દરમિયાન બી ડિવિઝન પોલીસે કુખ્યાત બુટલેગર ઈમરાન ઉર્ફે મરઘી દિલાવર દીવાનને તેના ઘરેથી ઝડપી પાડ્યો હતો.અત્રે ઉલ્લેખનીય છે કે ઝડપાયેલ કુખ્યાત બુટલેગર સેકડો ગુનામાં સંડોવાયેલ હોવાનું જાણવા મળ્યું હતું.