Connect Gujarat
ભરૂચ

અંકલેશ્વર: બી ડિવિઝન પોલીસે શંકાસ્પદ ભંગાર ભરેલ બોલેરો પીકઅપ સાથે ચાલકને 3.65 લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યો

અંદાડા ગામના વાઘીવાડથી માંડવા તરફ જવાના માર્ગથી શંકાસ્પદ ભંગાર ભરેલ બોલેરો પીકઅપ સાથે ચાલકને 3.65 લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યો હતો.

X

અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે અંદાડા ગામના વાઘીવાડથી માંડવા તરફ જવાના માર્ગથી શંકાસ્પદ ભંગાર ભરેલ બોલેરો પીકઅપ સાથે ચાલકને 3.65 લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યો હતો.

અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમા હતો તે દરમિયાન બાતમી મળી હતી કે અંદાડા ગામના વાઘીવાડથી માંડવા તરફ જવાના માર્ગ ઉપરથી પીકઅપ બોલેરો ગાડી નંબર-જી.જે.16.એ.વી.6981માં શંકાસ્પદ ભંગાર લઈ એક ઈસમ જનાર છે.જેવી બાતમીના આધારે પોલીસે ગડખોલ પાટિયા પાસે વોચ ગોઠવી હતી તે દરમિયાન અંદાડા ગામે છાપરા પાટિયાથી થોડે આગળ બાતમી વાળી પીકઅપ ગાડી પોલીસને નજરે પડતાં પોલીસે તેને અટકાવી અંદર તપાસ કરતાં તેમાંથી 1860 કિલો લોખંડનો ભંગાર મળી આવ્યો હતો પોલીસે અંદાડા ગામની વૃંદાવન સોસાયટીમાં રહેતો પીકઅપ ગાડીના ચાલક પ્રદીપ જવાહરલાલ ચોરસિયાને ભંગાર અંગે પૂછપરછ કરતાં તેણે સંતોષકારક જવાબ નહીં આપતા પોલીસે 55 હજારનો ભંગાર અને 3 લાખનો ટેમ્પો મળી કુલ 3.65 લાખનો મુદ્દામાલ કબ્જે કરી ચાલકની શંકાસ્પદ હાલતમાં અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.

Next Story