/connect-gujarat/media/post_banners/ef527153e6048e34dea4bbe2bfffc673809bb3fa01a68c3a2ee03c46a2119be6.webp)
ભરૂચ જિલ્લાના અંકલેશ્વરમાંથી પોક્સોના ગુનામાં વોન્ટેડ આરોપીને ભોગ બનનાર સગીર વયની બાળકી સાથે બી’ ડિવિઝન પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પોલીસ મહાનિરીક્ષક સંદીપસિંઘ વડોદરા વિભાગ તથા ભરૂચ જીલ્લા પોલીસ અનિક્ષક મયુર ચાવડાએ જિલ્લામાં બનતા મિલકત સંબંધી ગુનાઓને અટકાવવા તેમજ મિલકત સંબંધિત/શરીર સંબંધી ગુનાઓમાં વોન્ટેડ આરોપીઓને શોધી કાઢવા માટેની સૂચનાઓ આપવામાં આવી હતી. જે અનુસંધાને અંકલેશ્વર શહેર બી’ ડિવિઝન પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર વિ.કે.ભુતિયાના માર્ગદર્શન હેઠળ પોક્સો એક્ટ-12 મુજબના ગુનાના કામે ભોગ બનનાર સગીર વયની બાળકી તથા આરોપી અર્શ ગુડ્ડુ કમલકાન્ત ચૌબેને સાયખા ગામ ખાતે EENC કંપનીના રૂમમાંથી ઝડપી પાડ્યા હતા. આ સાથે જ પોલીસે પોક્સોના ગુનામાં વોન્ટેડ આરોપીને ભોગ બનનાર સગીર વયની બાળકી સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.