Connect Gujarat
ભરૂચ

અંકલેશ્વર : પ્રતિબંધિત પ્લાસ્ટિક બેગ-સ્ટ્રો-ચમચીનો જથ્થો જપ્ત કરી દંડનીય કાર્યવાહી, પાલિકાની કામગીરીથી લોકોમાં ફફડાટ

અંકલેશ્વર : પ્રતિબંધિત પ્લાસ્ટિક બેગ-સ્ટ્રો-ચમચીનો જથ્થો જપ્ત કરી દંડનીય કાર્યવાહી, પાલિકાની કામગીરીથી લોકોમાં ફફડાટ
X

ભરૂચ જિલ્લાના અંક્લેશ્વર શહેર નગરપાલિકાના પ્રમુખ વિનય વસાવા, કારોબારી ચેરમેન સંદીપ પટેલ, ચીફ ઓફિસર કેશવલાલ કોલડીયાના માર્ગદર્શન હેઠળ સેનેટરી ઇન્સપેક્ટર રઘુવીરસિંહ મહીડાએ તેઓની ટીમ સાથે પ્રતિબંધિત પ્લાસ્ટિક અંગેનું સરપ્રાઇઝ ચેકીંગ કરતાં વેપારીઓમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો.

અંક્લેશ્વર શહેર નગરપાલિકા દ્વારા ચેકીંગની કામગીરી દરમ્યાન પ્લાસ્ટીક બેગ, સ્ટ્રો અને ચમચીનું વેચાણ અને ઉપયોગ કરતા ઈસમો પાસેથી કરવા સ્થળ ઉપર જ ૬ ઈસમો પાસેથી રૂ. ૪,૭૫૦/-નો દંડ વહીવટી ચાર્જ વસુલ કરીને ૧૨૦ માઇક્રોનથી પાતળી પ્લાસ્ટિક બેગ, સ્ટ્રો અને ચમચીનો કુલ કિલો ૪૭/૨૦૦ ગ્રામ જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. આ કામગીરી સેનેટરી ઇન્સ્પેક્ટર રઘુવીરસિંહ મહીડાની હાજરીમાં સેનીટેશન સુપરવાઈઝર ભરત પટેલ, સલીમ સૈયદ, કનૈયા પટેલ, ગૌરાંગ ગોહેલ, તેજસ પટેલ, પ્રકાશ સોલંકી અને પ્રણવ જાદવ હાજર રહેલ હતા. સેનેટરી ઇન્સ્પેક્ટર દ્વારા શહેરના નાગરિકો અને ધંધો કરતા વેપારીઓને નમ્ર અપીલ સાથે સૌને સખ્ત તાકીદ પણ કરવામાં આવી હતી કે, તમોને નગરપાલિકા તરફથી વારંવાર સુચના આપી છે, છતાં તમો આવી પ્રતિબંધિત પ્લાસ્ટિક બેગ વિગેરેમાં વેચાણ કરતાં માલુમ પડશો તો તમારો એવો જથ્થો જપ્ત કરીને કાયદેસરની સખ્ત કાર્યવાહી કરવાની ફરજ પડશે. તમો જ્યારે ખરીદી કરવા બજાર કે, માર્કેટમાં જાવ ત્યારે તમો ઘરેથી જ કાપડની બેગ, શણની બેગ અથવા પેપર બેગનો જ ઉપયોગ કરવા માટે લઈ જવા તાકીદ પણ કરવામાં આવે છે. પર્યાવરણને અને જમીનમાં પ્લાસ્ટિકના ઉપયોગથી નુકશાન ન થાય તે માટે સહકાર આપવો એ આપણી સૌની ફરજ છે.

Next Story