Connect Gujarat
ભરૂચ

અંકલેશ્વર: રેલવેના લોખંડના સમાનની ચોરી કરનાર ભંગારીયાની એ ડિવિઝન પોલીસે કરી ધરપકડ

પોલીસે ગોયા બજાર સ્થિત પટેલ હાઉસ ભંગારની દુકાનમાંથી ચોરીના ભંગાર સાથે ભંગારિયાને 22 હજારના મુદ્દામાલ સહિત ઝડપી પાડ્યો હતો.

અંકલેશ્વર: રેલવેના લોખંડના સમાનની ચોરી કરનાર ભંગારીયાની એ ડિવિઝન પોલીસે કરી ધરપકડ
X

અંકલેશ્વર શહેર પોલીસે ગોયા બજાર સ્થિત પટેલ હાઉસ ભંગારની દુકાનમાંથી ચોરીના ભંગાર સાથે ભંગારિયાને 22 હજારના મુદ્દામાલ સહિત ઝડપી પાડ્યો હતો.

અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમા હતો તે દરમિયાન બાતમી મળી હતી કે ધાનોલ ઇન્ફ્રા પ્રોજેકટ ન્યુ સંજાલી સ્ટેશનનું બાંધકામ સાઇટ ઉપરથી ચોરી થયેલ મુદ્દામાલ ગોયા બજાર સ્થિત ભંગારની દુકાનમા સંતાડેલ છે.જેવી બાતમીના આધારે પોલીસે દરોડા પાડયા હતા પોલીસે સ્થળ પરથી લોખંડના પટ્ટા,પાઇપ મળી કુલ 22 હજારનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો અને કસ્બાતીવાડના રહેમત પાર્કમાં રહેતો ભંગારિયો અબ્દુલ મજીદ શેખની પૂછપરછ કરતાં આ જથ્થો આંબોલી ગામનો અલ્પેશ વસાવા 8 હજારમાં વેચાણ કરી ગયો હોવાનું કબૂલાત કરી હતી પોલીસે ભંગારનો જથ્થો કબ્જે કરી ભંગારિયાને ઝડપી પાડ્યો હતો.

Next Story