Connect Gujarat
ભરૂચ

અંકલેશ્વર : ભરૂચ- અંકલેશ્વર વચ્ચે હવે દર 30 મિનિટે સીટી બસ દોડશે, હજારો લોકોને ફાયદો

નર્મદા મૈયા બ્રિજ પરથી એસટી બસોને મળી મંજુરી, ભરૂચ- અંકલેશ્વર વચ્ચે સીટી બસ સેવાનો થયો પ્રારંભ.

X

ભરૂચ અને અંકલેશ્વરને ટવીન સીટી બનાવવાના ભાગરૂપે શુક્રવારના રોજથી બંને શહેરો વચ્ચે સીટી બસ સેવાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. હવેથી ભરૂચ અને અંકલેશ્વર જીઆઇડીસી બસ ડેપો ખાતેથી દર 15 મિનિટે સીટી બસ મળી રહેશે.

ભરૂચની નર્મદા નદી પર ગોલ્ડનબ્રિજને સમાંતર બનેલાં નર્મદા મૈયા બ્રિજને વાહનવ્યવહાર માટે ખુલ્લો મુકી દેવાયો છે. નવો બ્રિજ ખુલ્લો મુકી દેવામાં આવતાં ભરૂચ અને અંકલેશ્વરને ટવીન સીટીનું સ્વપન સાકાર થવા જઇ રહયું છે. દક્ષિણ ગુજરાતથી મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને અન્ય રાજયોમાં જતી એસટી બસો નેશનલ હાઇવે 48 પરથી પસાર થતી હતી. જયાં ટોલ ટેકસ લેવામાં આવતો હોવાથી એસટી નિગમના માથે આર્થિક ભારણ આવતું હતું. નવા બનેલા નર્મદા મૈયા બ્રિજ પરથી એસટી બસોને પસાર થવાની મંજુરી આપી દેવામાં આવી છે. જેથી હવે એસટી બસોમાં મુસાફરી કરતાં લોકોના સમયનો બચાવ થશે અને નેશનલ હાઇવે પર મુલદ ટોલ પ્લાઝા પાસે થતાં ટ્રાફિકમાંથી મુકિત મળશે.

રાજ્ય કક્ષાના વાહન વ્યવહાર મંત્રી ઈશ્વરસિંહ પટેલના હસ્તે જીઆઇડીસી બસ ડેપોથી બસને લીલી ઝંડી બતાવી પ્રથમ સીટી બસને ભરૂચ જવા માટે પ્રસ્થાન કરાવ્યું હતું. આ પ્રસંગે જિલ્લા પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા સહિતના આગેવાનો અને એસટી નિગમના અધિકારીઓ હાજર રહયાં હતાં. પ્રથમ ચરણમાં ભરૂચ અને અંકલેશ્વર વચ્ચે દર 15 મિનિટે સીટી બસ દોડશે. આ બસ બંને તરફની મુસાફરીમાં જીઆઇડીસી બસ ડેપો પ્રતિન ચોકડી,ગડખોલ પાટિયા અને ભરૂચ બસ ડેપો ખાતે રોકાણ કરશે. ભરૂચ અને અંકલેશ્વર વચ્ચે રોજના હજારો લોકો ભરૂચ અને અંકલેશ્વર વચ્ચે અપડાઉન કરે છે ત્યારે હવે તેઓ સીટી બસમાં સસ્તી અને સલામત મુસાફરી કરી શકશે.

Next Story