/connect-gujarat/media/post_banners/04b6f9c9da2464b86bb05e49dad35a47cb215caa5b0f233e767b56428afdf0f7.webp)
અંકલેશ્વર નેશનલ હાઇવે ઉપર કિચન કબાના હોટલ સામે અજાણ્યા વાહને બાઈકને ટક્કર મારતા યુવાનનું ગંભીર ઈજાઓને પગલે સારવાર મળે તે પહેલા કરુણ મોત નીપજ્યું હતું
તાપી જીલ્લાના નવલપુર બોરડા ગામનો અને હાલ અંકલેશ્વરના કાપોદ્રા ગામમાં રહેતા ૨૬ વર્ષીય રાજા સંજય વળવી પાનોલી જી.આઈ.ડી.સી.માં આવેલ બી.એ.એસ.એફ કંપનીમાં એસ.આઈ.એસ.સિક્યુરિટીમાં નોકરી કરે છે જેઓ ગતરોજ સાંજના સમયે કંપની પરથી પોતાની મોટર સાઈકલ કાપોદ્રા ખાતે જઈ રહ્યો હતો તે દરમિયાન અંકલેશ્વર નેશનલ હાઇવે ઉપર કિચન કબાના હોટલ સામે અજાણ્યા વાહન ચાલકે બાઈક સવાર યુવાનને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો આ અકસ્માતમાં ગંભીર ઈજાઓને પગલે રાજા વળવીને તાત્કાલિક સારવાર માટે અંકલેશ્વરની ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા જ્યાં સારવાર મળે તે પહેલા જ યુવાનનું કરુણ મોત નીપજ્યું હતું અકસ્માત અંગે તાલુકા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.