New Update
/connect-gujarat/media/post_banners/96262226fa52bfa13aafa5487ff30d599f1a2bfdde923cca7240f0b1e28b6031.webp)
અંકલેશ્વર જી.આઈ.ડી.સીમાં આવેલ યોગી સ્ટેટ પાસેની ઝાડીમાંથી અજાણ્યા યુવાનનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી છે
ગતરોજ સાંજના સમયે અંકલેશ્વર જી.આઈ.ડી.સીમાં આવેલ યોગી સ્ટેટ પાસેની ઝાડીમાંથી અજાણ્યા યુવાનનો મૃતદેહ મળી આવ્યો હતો આ અંગે રાહદારીઓએ જી.આઈ.ડી.સી પોલીસને જાણ કરી હતી પોલીસ કાફલો સ્થળ પર દોડી આવી તપાસ કરતા યુવાને ઝાડીમાં ગળે ફાસો ખાઇ આપઘાત કર્યો હોવાનું જણાઈ આવ્યું હતું. પોલીસે મૃતદેહને પોસ્ટ મોર્ટમ અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે.