Connect Gujarat
ભરૂચ

અંકલેશ્વર : માંડવા ટોલ પ્લાઝા નજીકથી વિદેશી દારૂના જથ્થા સાથે ક્રાઇમ બ્રાન્ચે કરી 2 ઈસમોની અટકાયત, રૂ. 3.16 લાખનો મુદ્દામાલ જપ્ત

પોલીસે 1 લાખથી વધુનો દારૂ અને 2 લાખની કાર મળી કુલ 3.16 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો.

અંકલેશ્વર : માંડવા ટોલ પ્લાઝા નજીકથી વિદેશી દારૂના જથ્થા સાથે ક્રાઇમ બ્રાન્ચે કરી 2 ઈસમોની અટકાયત, રૂ. 3.16 લાખનો મુદ્દામાલ જપ્ત
X

ભરૂચ એલસીબી પોલીસે અંકલેશ્વર હાઇવે ઉપર માંડવા ટોલ ટેક્ષ પાસેથી ટવેરા ગાડીમાંથી વિદેશી દારૂનો જથ્થો મળી કુલ 3.16 લાખના મુદ્દામાલ સાથે 2 ઈસમોને ઝડપી પાડ્યા હતા. મળતી માહિતી અનુસાર, ભરૂચ એલસીબી પોલીસનો સ્ટાફ દિવાળી તહેવારમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગ હતો. તે દરમિયાન બાતમી મળી હતી કે, સુરત તરફથી ટવેરા ગાડી નંબર GJ-01-RJ-5871માં વિદેશી દારૂનો જથ્થો વડોદરા તરફ લઇ 2 ઈસમો પસાર થવાના છે..

ત્યારે ભરૂચ એલસીબી પોલીસે અંકલેશ્વર હાઇવે ઉપર માંડવા ટોલ ટેક્ષ પાસે વોચ ગોઠવી હતી. તે દરમિયાન બાતમીવાળી કાર આવતા પોલીસે તેને અટકાવી તેમાં તપાસ કરતા વિદેશી દારૂની 216 નંગ બોટલ મળી આવી હતી. પોલીસે 1 લાખથી વધુનો દારૂ અને 2 લાખની કાર મળી કુલ 3.16 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો. અમદાવાદ શહેરના લાંભા વિસ્તારમાં આવેલ ઇન્દિરાનગર ખાતે રહેતા 2 ઇસમોને ઝડપી પાડ્યા હતા, જ્યારે વિદેશી દારૂ ભરી આપનાર વ્યારાના ઈસમને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે.

Next Story