/connect-gujarat/media/post_banners/6676f7af09021da5b80b5a978ace0b0de1117451031e14f6f1f3afcaa4e89536.jpg)
ભરૂચ ક્રાઇમ બ્રાન્ચે અંકલેશ્વરના ત્રણ રસ્તા સર્કલ નજીકથી પ્રોહિબિશનના ગુનામાં છેલ્લા દસ મહિનાથી ફરાર આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ભરૂચ ક્રાઇમ બ્રાન્ચના સૂત્રો અંકલેશ્વર શહેર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા દરમિયાન બાતમીદારથી બાતમી મળી હતી કે અંકલેશ્વર રૂરલ પોલીસ સ્ટેશનના પ્રોહિબિશનના ગુનામાં નાસતો ફરતો આરોપી અંકલેશ્વરના ત્રણ રસ્તા સર્કલ ખાતે હાજર છે.પોલીસે બાતમીના આધારે વોચ ગોઠવી એક ઇસમને અટકાવી પૂછપરછ કરતા તેણે પોતાનું નામ ચિંતન વસાવા રહે:-માટીએડ નિશાળ ફળિયું,અંકલેશ્વર હોવાનું જણાવ્યું હતું અને આજથી દસેક મહિના પહેલા ભરણ ગામે પકડાયેલા દારૂમાં તેનું નામ મદદગારીમાં પોલીસ ચોપડે નોંધાયું હોવાની કેફીયત રજૂ કરતા પોલીસે તેની અટકાયત કરી વધુ તપાસ અર્થે અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસના હવાલે કર્યો હતો.હાલ પોલીસે આરોપી સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.