અંકલેશ્વર: ક્રૂડ ઓઇલ સગેવગે કરવાનું કૌભાંડ ઝડપાયુ,પોલીસે રૂ.19 લાખનો મુદ્દામાલ કર્યો જપ્ત

પોલીસે ક્રૂડ ઓઇલ સગેવગે કરવાનું કૌભાંડ ઝડપી પાડી ચાર ઇસમોને 2.18 લાખનું ક્રૂડ ઓઇલ અને ટેમ્પો મળી કુલ 19.75 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો

અંકલેશ્વર: ક્રૂડ ઓઇલ સગેવગે કરવાનું કૌભાંડ ઝડપાયુ,પોલીસે રૂ.19 લાખનો મુદ્દામાલ કર્યો જપ્ત
New Update

અંકલેશ્વરમાં ઝડપાયુ કૌભાંડ

ક્રુડ ઓઇલ સગેવગે કરવાનું કૌભાંડ ઝડપાયુ

નવાદીવા ગામમાં ચાલતુ હતું કૌભાંડ

પોલીસે રૂ.19 લાખનો મુદ્દામાલ કર્યો જપ્ત

ચાર આરોપીની પોલીસે કરી અટકાયત

અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસે નવાદીવા ગામના કૈલાસ ટેકરીમાંથી ક્રૂડ ઓઇલ સગેવગે કરવાનું કૌભાંડ ઝડપી પાડી ચાર ઇસમોને 2.18 લાખનું ક્રૂડ ઓઇલ અને ટેમ્પો મળી કુલ 19.75 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમા હતો તે દરમિયાન બાતમી મળી હતી કે નવાદીવા ગામના કૈલાસ ટેકરીમાં રહેતો ગોપાલ રમણ વસાવા તેના ઘર પાસે તેના મળતીયા મારફતે આઈશર ટેમ્પો નંબર-જી.જે.16.એ.વી.0413માં ભરેલ બેરલમાંથી ક્રૂડ ઓઇલ ગેરકાયદેસર રીતે અલગ કારબામાં તેમજ બેરલમાં કાઢી ઓઇલ ચોરી કરી રહ્યા છે.

બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા.પોલીસે બેરલ ભરેલ ટેમ્પોની પાછળ ચાર ઇસમો પકડ પાનાં વડે બેરલનું સીલ તોડી રહ્યા હોવાનું જણાઈ આવ્યું હતું.અને ટેમ્પોમાં રહેલ 30 બેરલ પૈકી આઠ બેરલ તૂટેલી હાલતમાં મળી આવ્યા હતા.પોલીસે 1520 લિટર ક્રૂડ ઓઇલ કિમત રૂપિયા 2.18 લાખ અને 10 ટેમ્પો,પાઇપ,પકડ પાનાં તેમજ ઇંડિયન ઓઇલ કંપનીના નાના શીલ નંગ-3,ફેવિક્વીક મળી કુલ 19.75 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો અને બાપુ નગર સ્થિત ગાંધી માર્કેટમાં રહેતો ટેમ્પો ચાલક નુરૂલહોડા અબ્બાસખાન સુબાખાન,મુકેશ ઝીણા વસાવા,કૌશિક ભગું વસાવા,રાકેશ ચીમન રાઠોડને ઝડપી પાડ્યો હતો જ્યારે મુખ્ય સૂત્રધાર ગોપાલ વસાવાને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે.

#GujaratConnect #Bharuch Samachar #AnkleshwarPolice #Ankleshwar News #Crude oil smuggling #Crude oil #ક્રૂડ ઓઇલ #કૌભાંડ #crude oil pipeline
Here are a few more articles:
Read the Next Article