/connect-gujarat/media/post_banners/f5de82b33cf2dbff956a733c206816945b296d1fa36c2a90328870772bee952e.webp)
અંકલેશ્વર તાલુકાના જુના શક્કરપોર ગામની સીમમાંથી જુના દિવા ગામની સીમમાં રહેતા યુવાનનો વિકૃત હાલતમાં મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી છે.
મૂળ ઝઘડિયા તાલુકાના આંબોસ હરીપુરા ગામનો અને હાલ અંકલેશ્વરના જુના દિવા ગામની સીમમાં આવેલ મોન્ટુભાઈ પટેલના ખેતરમાં રહેતો ૩૬ વર્ષીય ચંદ્રસિંગ કેશવ વસાવા ગત તારીખ-૭મી મેના રોજ સવારે કુદરતી હાજતે જવાનું કહી જુના શક્કર પોર ગામની સીમમાં ગયો હતો તે દરમિયાન તે પરત નહિ ફરતા પરિવારજનોએ તેની ભારે શોધખોળ કરવા છતાં તે મળી આવ્યો નહતો.તે દરમિયાન આજરોજ યુવાનનો વિકૃત હાલતમાં જુના શક્કર પોર ગામની સીમમાંથી મૃતદેહ મળી આવ્યો હતો.આ અંગેની જાણ થતા તાલુકા પોલીસ મથકનો કાફલો સ્થળ પર દોડી આવી મૃતકના મૃતદેહનો કબજો મેળવી તેને પોસ્ટ મોર્ટમ અર્થે ખસેડી તપાસ હાથ ધરી છે.