Connect Gujarat
ભરૂચ

અંકલેશ્વર: નોટીફાઈડ વિસ્તારને નગરપાલિકા બનાવવાની માંગ, અભિયાન શરૂ કરાયું

હાલ અંકલેશ્વર ઉદ્યોગ મંડળ અને સરકારી વહીવટી તંત્ર તરીકે નોટીફાઈડ ઓથોરિટી વહીવટ કરે છે.

X

અંકલેશ્વર રહેણાંક વિસ્તારના લોકો માટે સ્થાનિક સ્વરાજનું માળખું ગોઠવાય અને તેમાં મતાધિકાર મળે ઉદ્દેશ્ય સાથે અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો છે અંકલેશ્વર નોટીફાઈડ વિસ્તારને નગરપાલિકા બનાવવા અભિયાન શરુ કરાયું છે. અંકલેશ્વર હાઉસિંગ એસોસિએશન ફોર્મ ભરવાનું અભિયાન ઉપાડયું છે. અંકલેશ્વર રહેણાંક વિસ્તારના લોકો માટે સ્થાનિક સ્વરાજ નું માળખું ગોઠવાય અને તેમાં મતાધિકાર મળે ઉદ્દેશ્ય સાથે અભિયાનનો પ્રારંભ કર્યો છે.

સરદાર પાર્ક ખાતે લોકોના ફોર્મ ભરાવવાની શરૂઆત કરી હતી. 80 હજારથી વધુ વસ્તી અને 22 હજાર મતદાતાને માત્ર ધારાસભ્ય અને સાંસદ સભ્યની ચૂંટણીમાં જ મતદાનનો અધિકાર છે.અત્યાર સુધી નોટીફાઈડ ઓથોરિટી સાથે એ.આઈ.એ દ્વારા વહીવટ ચાલી રહ્યો છે.વસ્તીના વ્યાપક સાથે એક સ્વરાજની સંસ્થા ઉભી થાય તેના કરતા વધુ વસ્તી વસવાટ કરી રહી છે.નોટીફાઈડ રહેણાંક વિસ્તાર માં હાલ અંકલેશ્વર ઉદ્યોગ મંડળ અને સરકારી વહીવટી તંત્ર તરીકે નોટીફાઈડ ઓથોરિટી વહીવટ કરે છે.

અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન માત્ર ફેકટરીઓના કામકાજ માટે બનેલું છે અને ફેક્ટરીઓમાંથી ચૂંટાઈને આવેલા સભ્યોમાંથી બે સભ્યોને નોટીફાઇડ અંતર્ગત રહેણાંક વિસ્તારના પ્રતિનિધિ બનાવી દેવામાં આવે છે. આમ ફેકટરીઓએ ચુંટેલા વ્યકિતને રહેણાંક વિસ્તારના પ્રતિનિધિ બનાવવામાં આવે છે. જનતા પોતાના જન પ્રતિનિધિ ચૂંટણીથી વંચિત રહી જાય છે. લોકોની માંગણીને વાચા આપવા માટે અંકલેશ્વર હાઉસિંગ એસોસિએશન દ્વારા "મારો મત મારો અધિકાર" ની માંગ સાથે સરદાર પાર્ક ચોકડી ખાતે પાંચ દિવસીય કેમ્પનો પ્રારંભ કર્યો છે.

સંસ્થા દ્વારા પ્રાથમિક 20 હજાર ફોર્મ ભરવા માટે કેમ્પનો પ્રારંભ કરતા જ પ્રથમ દિવસે 10.000 વધુ ફોર્મ ભરાયા છે. અંકલેશ્વર હાઉસિંગ એસોસિએશનના પ્રમુખ અતુલ માંકડીયા ,રમેશ પટેલ, ખુશાલભાઈ તેમજ તેમની ટીમ આ અભિયાનને સફળ બનાવવા જહેમત ઉઠાવી છે.

Next Story