Connect Gujarat
ભરૂચ

અંકલેશ્વર : પતંગ બજારમાં મંદીનો માહોલ, છેલ્લા દિવસે ઘરાકી નીકળવાની વેપારીઓને આશા...

ઉત્તરાયણના પર્વને આડે હવે એક દિવસ બાકી રહ્યો છે, ત્યારે ભરૂચ જિલ્લાના અંક્લેશ્વર શહેરના પતંગ બજારોમાં મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે.

X

ઉત્તરાયણના પર્વને આડે હવે એક દિવસ બાકી રહ્યો છે, ત્યારે ભરૂચ જિલ્લાના અંક્લેશ્વર શહેરના પતંગ બજારોમાં મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે. જોકે, છેલ્લા દિવસે ઘરાકી નીકળે તેવી વેપારીઓ આશા સેવી રહ્યા છે.

તા. 14 અને 15 જાન્યુઆરીએ મકરસંક્રાંતિના તહેવારની ઉજવણી કરવા લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. મકરસંક્રાંતિને આડે હવે એક દિવસ બાકી છે, ત્યારે ભરૂચ જિલ્લાના અંક્લેશ્વર શહેરના પતંગ બજારોમાં મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે. હજુ પણ ઘરાકી ન નીકળતા વેપારીઓમાં નિરાશા જોવા મળી રહી છે. દર વર્ષે આ સમયગાળામાં પતંગનું નોંધપાત્ર વેચાણ થતું હોય છે. પરંતુ આ વર્ષે હજુ કોઈ ખાસ ખરીદી જોવા મળી નથી. વળી ચાલુ વર્ષે પતંગ બનાવવાના કાચામાલ અને ટ્રાન્સપોટેશન મોંઘુ થતાં પતંગના ભાવમાં પણ 20 ટકાનો વધારો થયો છે. આથી શહેરમાં ચાલુ વર્ષે પતંગનું 25થી 30 ટકા વેચાણ ઓછું થવાનો મત વેપારીઓએ વ્યક્ત કર્યો છે. વેપારીએ જણાવ્યું હતું કે, મકરસંક્રાંતિને એક દીવસ બાકી રહ્યો છે, તેમ છતાં બજારમાં પતંગ સહિતની વસ્તુઓની ખરીદી હજુ ખાસ પ્રમાણમાં શરૂ થઇ નથી. સામાન્ય રીતે ઉતરાયણના 3-4 દિવસ પહેલા બજાર ધમધમતા થઈ જાય છે. પરંતુ આ વર્ષે ખાસ વેચાણ થઇ રહ્યું નથી. જોકે, છેલ્લા દિવસે પતંગ બજારોમાં ઘરાકી નીકળે તેવો વેપારીઓ આશાવાદ સેવી રહ્યા છે.

Next Story