પતંગો નહીં, પણ પતંગના ભાવ આસમાને..! : ભરૂચ-જંબુસરના બજારોમાં ઘરાકી ઓછી નીકળતા વેપારીઓ અસમંજસમાં મુકાયા
ચાલુ વર્ષે કાગળ કામડીના ભાવમાં વધારો નોંધાતા પતંગ બજારમાં પતંગોના ભાવ આસમાને પહોચ્યા છે. ઉત્તરાયણ પર્વને ગણતરીના દિવસો બાકી છે. છતાં ઘરાકીમાં મંદી જોવા મળી રહી છે