/connect-gujarat/media/post_banners/86550955b2349bb697be18575b0bc7d66a3e3644f1d0f9c1db22274477208644.webp)
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ સોમાણી ચોકડીથી એશિયન પેઈન્ટ ચોકડી વચ્ચેથી શંકાસ્પદ ભંગાર ભરેલ પિકઅપ વાન સાથે 5 ઈસમોને પોલીસે ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી અનુસાર, અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો, તે દરમિયાન બાતમી મળી હતી કે, પીકઅપ ગાડી નંબર-જીજે-01-જેટી-5677માં લોખંડ અને એસએસનો શંકાસ્પદ ભંગારનો જથ્થો ભરી અંકલેશ્વર જીઆઈડી.સી વિસ્તારમાં આવેલ સોમાણી ચોકડીથી એશિયન પેઈન્ટ ચોકડી વચ્ચેથી પસાર થનાર છે. જેવી બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી હતી, તે દરમિયાન બાતમીવાળું વાહન આવતા પોલીસે તેને અટકાવી તેમાં તપાસ કરતાં તેમાંથી 5,220 કિલો ભંગાર જેની કિંમત રૂપિયા 94 હજાર અને 4 લાખની પીકઅપ વાન તેમજ ફોન મળી કુલ રૂ. 5.51 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. આ સાથે જ પોલીસે અમદાવાદના બાપુનગર વિસ્તારમાં આવેલ બત્રીસપૂરા ચાલ રંગશાળા કમ્પાઉન્ડની બાજુમાં રહેતા 5 શખ્સોની શંકાસ્પદ હાલતમાં અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.