/connect-gujarat/media/post_banners/8c6b8d70d1abc7a161d7533246f15dddd4324c71a5fe6bd0f2a3781029158746.jpg)
રાજ્ય સરકારના અમૃત 2.0 તથા અમૃત સરોવર યોજના હેઠળ અંકલેશ્વર ખાતે ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલના હસ્તે "કમલમ્ તળાવ" સહિતના વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.
અંકલેશ્વર શહેરના હાંસોટ રોડ પર આવેલ ભીડભંજન હનુમાનજી મંદિર પાછળના વિસ્તારમાં ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલના હસ્તે "કમલમ્ તળાવ" સહિતના વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. રાજ્ય સરકારના અમૃત 2.0 તથા અમૃત સરોવર યોજના હેઠળ શહેરમાં કમલમ તળાવ, પરષોત્તમ બાગ અને જવાહર બાગનું અંકલેશ્વર નગરપાલિકા દ્વારા વિકાસ કાર્ય હાથ ધરવામાં આવનાર છે, ત્યારે આ પ્રસંગે અંકલેશ્વર નગરપાલિકા પ્રમુખ વિનય વસાવા, ઉપપ્રમુખ કલ્પના મેરાઈ, પાલિકાના મુખ્ય અધિકારી કેશવલાલ કોલડિયા, કારોબારી કમિટીના ચેરમેન સંદીપ પટેલ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.