/connect-gujarat/media/post_banners/18bc32302341acd9527899b7257d18797af83f6996b6bc7d9d72a9595c83db45.jpg)
ચૈત્રી નવરાત્રી નિમિત્તે અંકલેશ્વરના જોગર્સ પાર્ક ખાતે રઘુવંશી મહાજન લોહાણા સમાજ દ્વારા લીમડાના રસનું વિતરણ કરવામાં આવ્યું હતું
દર વર્ષે ચૈત્ર માસમાં અંકલેશ્વરમાં વસતા રઘુવંશી મહાજન લોહાણા સમાજ દ્વારા સ્વસ્થ્ય માટે ઉત્તમ ઔષધિ એવા લીમડાના રસનું જોગર્સ પાર્ક ખાતે મોર્નિંગ વોક કરવા આવતા લોકોને વિતરણ કરવામાં આવે છે જેના ભાગરૂપે આ વર્ષે પણ રઘુવંશી મહાજન લોહાણા સમાજ દ્વારા ચૈત્રી નવરાત્રી નિમિત્તે લીમડાના રસનું વિતરણ કરવામાં આવ્યું હતું જે લીમડાના રસનું સેવન કરી લોકોએ લોહાણા સમાજનો આભાર વ્યક્ત કર્યો હતો આ કાર્યક્રમમાં લોહાણા સમાજના આગેવાનો અને સમાજની બહેનો ઉપસ્થિત રહી હતી.