Connect Gujarat
ભરૂચ

અંકલેશ્વર: જિલ્લા ભાજપની કારોબારી બેઠક મળી, વિધાનસભાની ચૂંટણીને અનુલક્ષી કામે લાગી જવા કરાય હાકલ

ભરૂચ જિલ્લા ભાજપની જિલ્લા કારોબારી બેઠક પ્રભારી જનક બગદાણાવાળાની અધ્યક્ષતામાં અંકલેશ્વર ખાતે મળી હતી

X

ભરૂચ જિલ્લા ભાજપની જિલ્લા કારોબારી બેઠક પ્રભારી જનક બગદાણાવાળાની અધ્યક્ષતામાં અંકલેશ્વર ખાતે મળી હતી

ગુજરાત પ્રદેશ ભાજપની પ્રદેશ બેઠક બાદ વિવિધ જિલ્લામાં કારોબારી બેઠકનું આયોજન કરવામાં આવી રહ્યું છે ત્યારે આજરોજ અંકલેશ્વર જી.આઈ.ડી.સી.માં આવેલ ડી.એ. આનંદપુરા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ ખાતે ભરૂચ જિલ્લા ભાજપના પ્રભારી જનક બગદાણાવાળાની અધ્યક્ષતામાં ભરૂચ જિલ્લા કારોબારી બેઠક મળી હતી જેમાં આમંત્રિત મહેમાનોના હસ્તે દીપ પ્રાગટ્ય થકી પ્રારંભ કરવામાં આવ્યો હતો આ બેઠકમાં આગામી ચૂંટણીઓનો સમય હોય સરકારની વિવિધ યોજનાઓ અને વિકાસ કામો લોકો સુધી ઝડપથી પહોંચે તે માટે આહવાન કરવામાં આવ્યું હતું આ બેઠકમાં જિલ્લા ભાજપ પ્રમુખ મારૂતીસિંહ અટોદરિયા,વિધાનસભાના નાયબ મુખ્ય દંડક દુષ્યંત પટેલ,ભરૂચ જિલ્લા ભાજપના મહામંત્રી નિરલ પટેલ,ફતેસિંહ ગોહિલ,વિનોદ પટેલ, પ્રદેશ ભાજપના પૂર્વ મહામંત્રી ભરતસિંહ પરમાર, કિરણ મકવાણા,અભેસિંહ રાઠોડ તેમજ જિલ્લાના હોદ્દેદારો તેમજ વિવિધ મોરચાના પ્રમુખ મહામંત્રી અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા

Next Story