Connect Gujarat
ભરૂચ

અંકલેશ્વર: અહેમદ પટેલની પુણ્યતિથિ નિમિત્તે યોજાયો દિવ્યાંગ કેમ્પ,રાજસ્થાનના સી.એમ.અશોક ગહેલોત રહ્યા ઉપસ્થિત

રાજસ્થાનના સી.એમ.અશોક ગહેલોતે જણાવ્યુ હતું કે અહેમદ પટેલ સાથે તેઓના 40 વર્ષ કરતાં પણ વધુ સમયથી સંબંધ રહ્યા હતા.

X

કોંગ્રેસનાં દિગ્ગજ નેતા અને પૂર્વ સાંસદ મર્હૂમ અહેમદ પટેલની આજરોજ પ્રથમ વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે સેવાકાર્યના ભાગરૂપે અંકલેશ્વરની સરદાર પટેલ હોસ્પિટલ ખાતે દિવ્યાંગ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં રાજસ્થાનના સી.એમ.અશોક ગહેલોત ઉપસ્થિત રહ્યા હતા

અંકલેશ્વરના નાનકડા એવા પિરામણથી પાર્લામેન્ટ સુધીની સફર સાર કરનાર કોંગ્રેસનાં દિગ્ગજ નેતા મર્હૂમ અહેમદ પટેલની આજરોજ પ્રથમ વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે સેવાકાર્યો હાથ ધરવામાં આવ્યા હતા જેના ભાગરૂપે અંકલેશ્વરની સરદાર પટેલ હોસ્પિટલ ખાતે એસ.એમ.પી.ફાઉન્ડેસન અને અન્ય સહયોગી સંસ્થાઓના સંયુક્ત ઉપક્રમે દિવ્યાંગ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં રાજસ્થાનના સી.એમ.અશોક ગહેલોત વિશેષ ઉપસ્થિત રહ્યા હતા તેઓએ પ્રથમ અહેમદ પટેલની મજાર પર ફૂલહાર અર્પણ કર્યા હતા. દિવ્યાંગ કેમ્પમાં રાજ્ય સભાના સાંસદ શક્તિસિંહ ગોહિલ,પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા,વિપક્ષના નેતા પરેશ ધાનાણી,પૂર્વ પ્રમુખ ભરતસિંહ સોલંકી,અર્જુન મોઢવાડિયા, સિધ્ધાર્થ પટેલ સહિતના કોંગ્રેસનાં નેતાઓ તેમજ આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં અહેમદ પટેલના પુત્રી મુમતાઝ પટેલે ભાવુક થઈ જણાવ્યુ હતું કે તેમના પિતાના નિધનને એક વર્ષ પૂર્ણ થયું છે છતા પણ માનવામાં નથી આવતું કે તેઓ હવે આપણી વચ્ચે નથી

ત્રણ દિવસ ચાલનારા દિવ્યાંગ કેમ્પમાં 2 હજાર જેટલા લાભાર્થીઓને ટ્રાયસિકલ,હિયરિંગ એડ સહિતની સાધન સામગ્રીનું વિતરણ કરવામાં આવશે આજરોજ મહાનુભાવોના હસ્તે પ્રતિકાત્મક રીતે લાભાર્થીઓને સાધન સહાય અર્પણ કરવામાં આવી હતી જે મેળવી દિવ્યાંગોએ આનંદ વ્યક્ત કર્યો હતો

રાજસ્થાનના સી.એમ.અશોક ગહેલોતે જણાવ્યુ હતું કે અહેમદ પટેલ સાથે તેઓના 40 વર્ષ કરતાં પણ વધુ સમયથી સંબંધ રહ્યા હતા. તેઓ ઉચ્ચ હોદ્દા પર હોવા છતા હમેશા લોકસેવા કરવામાં જ માનતા હતા તેઓના નિધનથી કોંગ્રેસને ઘણી મોટી ખોટ પડી છે.તો સેવાકાર્યના ભાગરૂપે આ કેમ્પનું આયોજન કરવા બદલ તેઓએ આયોજકોનો આભાર વ્યક્ત કર્યો હતો

Next Story