/connect-gujarat/media/post_banners/41d6d6837b9bbd56b4f1aa7403ad012d9e5bd5505caf18b78eb81afbd5c875bc.webp)
ભરૂચ જિલ્લાના અંકલેશ્વરના અંસાર માર્કેટ નજીક આવેલ મદિના મસ્જીદ પાછળથી શંકાસ્પદ ભંગાર ભરેલ બોલેરો પીકઅપ ટેમ્પો ચાલકની પોલીસે અટકાયત કરી રૂ. 2.32 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.
ભરૂચ SOG પોલીસનો સ્ટાફ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતો, તે દરમિયાન બાતમી મળી હતી કે, અંકલેશ્વરના અંસાર માર્કેટ નજીક આવેલ મદિના મસ્જીદ પાછળના ગોડાઉનની બહાર બોલેરો પીકપ ટેમ્પો નંબર જીજે-05-બીયુ-0320માં શંકાસ્પદ ભંગાર ભરેલ છે. જેવી બાતમીના આધારે પોલીસે સ્થળ દરોડા પાડ્યા હતા. પોલીસે બાતમીવાળી જ્ગ્યા પર બોલેરો પીકપ ટેમ્પોમાં તપાસ કરતાં તેમાંથી લોખંડનો ભંગાર મળી આવ્યો હતો. પોલીસે મૂળ રાજસ્થાન અને હાલ ભરૂચના ઝાડેશ્વર ગામના લક્ષ્મીનારાણ ફળીયામાં રહેતા ટેમ્પો ચાલક ભેરૂલાલ રેમતાજી ગુર્જર પાસે ભંગારના જથ્થા અંગેના કાગળો માંગતા તેણે સંતોસકારક જવાબ નહીં આપતા પોલીસે 1620 કિલો ભંગાર જપ્ત કર્યો હતો. સમગ્ર મામલે પોલીસે ભંગાર તેમજ ટેમ્પો મળી કુલ રૂ. 2.32 લાખનો મુદ્દામાલ જપ્ત કરી ચાલકની શંકાસ્પદ હાલતમાં ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.