અંકલેશ્વર : સુકાવલી ડમ્પીંગ સાઈડમાંથી ઉડતા ધુમાડાથી લોકોને આંખોમાં બળતરા, તો શ્વાસ લેવામાં પણ તકલીફ..!

આંબોલી રોડ પર આવેલ નગરપાલિકાની સુકાવલી ડમ્પીંગ સાઈડમાંથી ઉડતા ધુમાડાના કારણે આસપાસના રહીશો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે.

New Update
અંકલેશ્વર : સુકાવલી ડમ્પીંગ સાઈડમાંથી ઉડતા ધુમાડાથી લોકોને આંખોમાં બળતરા, તો શ્વાસ લેવામાં પણ તકલીફ..!

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેરના આંબોલી રોડ પર આવેલ નગરપાલિકાની સુકાવલી ડમ્પીંગ સાઈડમાંથી ઉડતા ધુમાડાના કારણે આસપાસના રહીશો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે.

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેરના આંબોલી રોડ પર નગરપાલિકાની સુકાવલી ડમ્પીંગ સાઈડ આવેલી છે. આ ડમ્પીંગ સાઈડમાંથી છેલ્લા 8-10 દિવસથી ઉડતા ધુમાડાના કારણે ગ્રીનપાર્ક સોસાયટી સહિત આસપાસના રહીશો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. વારંવાર કચરો સળગતા ધુમાડાના કારણે લોકોને હાલાકી વેઠવી પડી રહી છે. તો બીજી તરફ, લોકોને આંખોમાં બળતરા તેમજ શ્વાસ લેવામાં પણ તકલીફ થઈ હોવાની બૂમો ઉઠી છે. આ સાથે જ ગંદકી અને મચ્છરોનો ઉપદ્રવથી રોગચાળો ફાટી નીકળવાની લોકોમાં દહેશત વર્તાય રહી છે. જોકે, સ્થાનિકો દ્વારા આ મામલે પાલિકામાં રજૂઆત કરવા છતાં આજદિન કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી, ત્યારે હવે સુકાવલી ડમ્પીંગ સાઈડને આ વિસ્તારમાંથી દૂર કરવામાં આવે તેવી સ્થાનિકો માંગ કરી રહ્યા છે.

Latest Stories