અંકલેશ્વર: તપોવન આશ્રમ ખાતે વિશ્વ હિંદુ પરિષદના શિક્ષા વર્ગનો પ્રારંભ કરાયો,130થી વધુ કાર્યકરોએ લીધો ભાગ

નર્મદા નદીના કિનારે આવેલ ઓમ તપોવન આશ્રમ ખાતે તારીખ-૨જી જુનથી ૧૨મી જુન સુધી પરિષદ શિક્ષા વર્ગનું આયોજન કરવામાં આવ્યું

New Update
અંકલેશ્વર: તપોવન આશ્રમ ખાતે વિશ્વ હિંદુ પરિષદના શિક્ષા વર્ગનો પ્રારંભ કરાયો,130થી વધુ કાર્યકરોએ લીધો ભાગ
Advertisment

અંકલેશ્વરના બોરભાઠા બેટ નર્મદા નદીના કિનારે આવેલ ઓમ તપોવન આશ્રમ ખાતે વિશ્વ હિંદુ પરિષદ દ્વારા શિક્ષા વર્ગનો પ્રારંભ કરાયો વિશ્વ હિંદુ પરિષદ કર્ણાવતી ક્ષેત્ર પરિષદ દ્વારા અંકલેશ્વરના બોરભાઠા બેટ નર્મદા નદીના કિનારે આવેલ ઓમ તપોવન આશ્રમ ખાતે તારીખ-૨જી જુનથી ૧૨મી જુન સુધી પરિષદ શિક્ષા વર્ગનું આયોજન કરવામાં આવ્યું હતું જે પરિષદ શિક્ષા વર્ગનું આજરોજ કર્ણાવતી ક્ષેત્ર મંત્રીઅશોક રાવલ અને દાંડિયા બજાર સ્વામિનારાયણ મંદિરના સંત તત્વસ્વરૂપ સ્વામી,સંત આશિષ શાસ્ત્રી સ્વામીના હસ્તે દીપ પ્રાગટ્ય થકી પ્રારંભ કરવામાં આવ્યો હતો

Advertisment

પરિષદ શિક્ષા વર્ગમાં ગુજરાત ભરમાંથી ૧૩૦ જેટલા કાર્યકરોએ ભાગ લઇ રહ્યા છે જેઓએ માર્ગ દર્શન પૂરું પાડવામાં આવશે આ પરિષદ શિક્ષા વર્ગમાં કેન્દ્રીય કોષાઅધ્યક્ષ દિનેશ નાવડીયા, કેન્દ્રય મંત્રી દાદા વેડપજી અને દક્ષિણ ગુજરાત મંત્રી અજય વ્યાસ, ઉત્તર ગુજરાત મંત્રી નલિન પટેલ અને દેવજીભાઈ મેત્રા,વર્ગ શિક્ષક ચંદ્રકાન્ત ઉપાધ્યાય તેમજ વીએચપીના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

Latest Stories