/connect-gujarat/media/post_banners/cc21424f69c30ef76d99e9b0dccec9947cbacac024abc1468c7350fa3746548e.webp)
અંકલેશ્વરના ભડકોદરા ગામની પોલીસ ચોકી પાસે કોંગ્રેસના આગેવાન માનસિંહ ડોડીયાના ભાઈ સહિત આઠ ઇસમોએ ભત્રીજી સાથે મિત્રતા રાખનાર મિત્રના પિતા-ભાઈ સહિત ત્રણ વ્યક્તિઓને માર મારી આતંક મચાવનાર પાંચ ઇસમોને પોલીસે ઝડપી પાડ્યા હતા.
મૂળ હાંસોટ તાલુકાનાં કૂડાદરા ગામના અને હાલ અંકલેશ્વરના ભડકોદરા ગામના આદિત્ય નગર રો-હાઉસ ખાતે રહેતા પરેશ ઉર્ફે પ્રભાતસિંહ જયસિંહ પટેલ ગતરોજ રાતે તેઓના ઘરે હાજર હતા તે દરમિયાન રાતના સાડા નવ કલાકે માનસિંહ ડોડીયા અને અન્ય એક ઈસમ તેઓના ઘરે આવ્યા હતા.અને પરેશ પટેલને તેઓના નાના દીકરા જૈનિશની માનસિંહ ડોડીયાની ભત્રીજી સાથે ફેંડશીપ છે.અને બંને સાથે ફરી તેઓના ફોટો પાડે છે.જે બધુ બંધ કરાવવાનું કહેતા પિતાએ પુત્રને બંને ઇસમો સામે જ તમાચા મારી ઠપકો આપ્યો હતો તે દરમિયાન માનસીહ ડોડીયા સાથે આવેલ ઇસમે પણ જૈનિશને તમાચા મારી દીધા હતા જે બાબતે વાતચીત કરવા માટે બંને ઇસમોને ભડકોદરા ગામની પોલીસ પાસે બોલાવ્યા હતા જે વેળા મામલો ગરમાતા માનસિંહ ડોડીયા,દિલિપસિંહ જેસિંગ ડોડીયા,કર્મદીપ બારડ,મંતોષ પ્રસાદ,ભરતસિંહ ડોડીયા,ભાર્ગવ પઢિયાર સહિત આઠ ઇસમોએ આતંક મચાવી લાકડી,કડા અને સાંકળ વડે પરેશ પટેલ,ધ્રુવ પટેલ અને જિગ્નેશ પટેલને માર મારી સોનાની ચેઇન તેમજ મોબાઈલ ફોન મળી કુલ 1.65 લાખના મુદ્દામાલ ઝૂંટવી ફરાર થઈ ગયા હતા મારામારી અંગે જી.આઈ.ડી.સી.પોલીસે ગુનો નોંધી માનસિંહ ડોડિયાના ભાઈ દિલિપસિંહ ડોડીયા,કર્મદીપસુભાષ બારડ,સંદીપકુમાર ડોડીયા,સુરપાલ ઝણકાટ તેમજ ભગતસિંહ ડોડીયાને ઝડપી પાડ્યો હતો.