/connect-gujarat/media/post_banners/df2470979338011cb9778e55bc399736555aa65e5061bf4cbc467abab8f93efc.jpg)
અંકલેશ્વર નગર સેવા સદનના વોર્ડ નંબર 5માં આવેલ હલીમ શાહ દાતાર દરગાહ નજીક તાજેતરમાં જ નિર્માણ પામેલ માર્ગનું પ્રથમ વરસાદમાં જ ધોવાણ થતાં સ્થાનિકોએ નાગર સેવા સદનની કામગીરી સામે સવાલ ઊભા કર્યા છે.
અંકલેશ્વર નગરપાલિકા તંત્ર દ્વારા 2 મહિના અગાઉ પિરામણ નાકાથી વોર્ડ નંબર 5માં આવેલ હલીમશાહ દાતાર દરગાહને જોડતા માર્ગનું રૂપિયા 1.70 લાખના ખર્ચે નવીનીકરણ કરવામાં આવ્યું હતું જે માર્ગ ગતરોજ ખાબકેલા વરસાદના કારણે ધોવાય જતાં તકલાદી કામગીરી થઈ હોવાના સ્થાનિકોએ આક્ષેપ કર્યા છે. સાથે જ માર્ગની કામગીરીમાં ભ્રષ્ટાચાર થયો હોવાનો પણ સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે. એટલું જ નહીં, બ્લોક સાથે માર્ગની બન્ને બાજુ પુરાણ પણ કર્યું ન હોવાની બુમરાણ ઉઠી છે, ત્યારે હાલ તો પાલિકા તંત્ર દ્વારા માર્ગના સમારકામ સહિતના યોગ્ય પગલાં ભરવામાં આવે તે અત્યંત જરૂરી બન્યું છે.