ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના સેંગપુર ગામના એક શ્રમિક પરિવારે કઈક કરી બતાવ્યુ છે. લોકોના મકાનોનું બાંધકામ કરનાર શ્રમિકે પોતાની યુક્તિ અને મહેનતથી જાતે જ પોતાના સપનાનો મહેલ ઊભો કર્યો છે.
અંકલેશ્વર તાલુકાના સેંગપુર ગામ ખાતે એક શ્રમિક પરિવાર દ્વારા પોતાના સપનાનો મહેલ બનાવવામાં આવી રહ્યો છે. જે પરિવાર રેતી, કપચી, સિમેન્ટ છૂટક લાવી પોતાના વાડામાં જ બીબા દ્વારા બ્લોક બનાવવામાં આવે છે. શ્રમિકે જણાવ્યુ હતું કે, આ બ્લોક બજાર ભાવમાં મોંઘા પડતા હોવાના કારણે અમે પોતે સિવિલ કામ કરતા હોય છે, જેથી અમારા વાડામાં બનાવીને પોતાનું જ મકાન બનાવવાના કામમાં લઈ રહ્યા છે. આ એક બ્લોકની બજાર કિંમત 23 રૂપિયા છે, જ્યારે અમે પોતે બનાવતા હોય તો અમને એક બ્લોક 10 રૂપિયામાં પડે છે. આવા કુલ બ્લોક 1700 જેટલા બ્લોક બનાવવામાં આવશે. જેથી અમારું પોતાનું મકાન બની શકે, ત્યારે હાલ ઝુપડામાં રહી પોતાનું ગુજરાન ચલાવતા શ્રમિક પરિવારનું પણ એક સપનું છે કે, આજુબાજુમાં પાક્કા મકાન છે, ત્યારે હવે અમારૂ પણ પાકું મકાન બનશે તે દિવસો દૂર નથી.