/connect-gujarat/media/post_banners/fe0cad9b1935feee7b0a7220bb6636a6ca06b3a4ec0fd6ebcb64b4ce34fbf048.webp)
ભરૂચ જિલ્લામાં અંકલેશ્વર તાલુકાના ઉછાલી-મોતાલી ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રી જે.કે.વાઘેલા વય મર્યાદાના પગલે નિવૃત થતા તેઓનો વિદાય સમારોહ યોજાયો હતો.
અંકલેશ્વરના ઉછાલી-મોતાલી ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રી તરીકે ફરજ બજાવતા જે.કે.વાઘેલા વય મર્યાદાને લઇ નિવૃત થતાં ગ્રામ પંચાયત ખાતે તેઓનો વિદાય સમારોહ યોજાયો હતો. જેમાં અંકલેશ્વર તાલુકા તલાટી કમ મંત્રી મંડળ દ્વારા નિવૃત્ત તલાટી કમ મંત્રીને સન્માનપત્ર તેમજ ભેટ સ્વરૂપે સ્મૃતિ ચિન્હ અર્પણ કરવામાં આવ્યું હતું, જ્યારે ભરૂચના ધારસભ્ય રમેશ મિસ્ત્રી દ્વારા તેઓનું સાલ ઓઢાડી શ્રીફળ આપી સન્માન કરવામાં આવ્યું હતું. આ સાથે જ તેઓનું નિવૃત્તિ કાળનું જીવન તંદુરસ્ત અને સ્વસ્થ્ય રહે તે માટે શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. આ પ્રસંગે અંકલેશ્વર તાલુકા તલાટી કમ મંત્રી મંડળના સભ્યો અને ગ્રામ પંચાયતના સરપંચ, ડેપ્યુટી સરપંચ તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો સહીત પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા.