ભરૂચ જિલ્લાના અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ ખ્વાજા ચોકડી નજીક આવેલ સ્ટાર્ક કલર નામની કંપનીમાં ભીષણ આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી.
મળતી માહિતી અનુસાર, અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ ખ્વાજા ચોકડી નજીક ભીષણ આગની ઘટના સામે આવી હતી. સ્ટાર્ક કલર નામની કંપનીમાં અચાનક આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી. આગ એટલી વિકરાળ હતી કે, દૂર દૂર સુધી ધુમાડાના ગોટેગોટા નજરે પડ્યા હતા. બનાવની જાણ થતાં જ 5થી વધુ ફાયર ટેન્ડરો ઘટના સ્થળે પહોચ્યા હતા, જ્યાં ફાયર ફાઇટરોએ પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લેવા કવાયત હાથ ધરી હતી. તો બીજી તરફ, બનાવના પગલે પોલીસ કાફલો પણ ઘટના સ્થળે પહોંચ્યો હતો.