/connect-gujarat/media/post_banners/2aed58e88b8ca5c29d7c6a55f4d15aa60f649aaa9c59300c8d630be402182891.jpg)
અંકલેશ્વર યુવા કોંગ્રેસ દ્વારા આયોજિત મર્હુમ અહેમદ પટેલ મેમોરિયલ ફૂટબોલ ટુર્નામેન્ટની ફાઈનલ મેચ VT ફૂટબોલ ક્લબ અને કોસમડી ફૂટબોલ ક્લબ વચ્ચે રમાઈ હતી. જેમાં VT ફૂટબોલ ક્લબનો વિજય થયો હતો.
અંકલેશ્વર યુવા કોંગ્રેસ દ્વારા આયોજિત મર્હુમ અહેમદ પટેલ મેમોરિયલ ફૂટબોલ ટુર્નામેન્ટમાં કુલ 32 ટીમોએ ભાગ લીધો હતો. જેમાં ફૂટબોલ ટુર્નામેન્ટની ફાઈનલ મેચ VT ફૂટબોલ ક્લબ અને કોસમડી ફૂટબોલ ક્લબ વચ્ચે રમાઈ હતી. જેમાં VT ફૂટબોલ ક્લબનો વિજય થયો હતો. અંકલેશ્વર હાંસોટ વિધાનસભા યુવા કોંગ્રેસ પ્રમુખ શરીફ કાનુગા દ્વારા વિજેતા ટીમને ટ્રોફી એનાયત કરવામાં આવી હતી. ઇનામ વિતરણ સમારોહમાં મુખ્ય મેહમાન તરીકે અંકલેશ્વરના કોંગ્રેસ અગ્રણી ભૂપેન્દ્ર જાની, ગુજરાત પ્રદેશ યુથ કોંગ્રેસના મહામંત્રી જીમી ગામીત, જિલ્લા કોંગ્રેસના અગ્રણી ઇકબાલ ગોરી, જિલ્લા યુવા કોંગ્રેસના મહામંત્રી વસીમ ફડવાલા સહિત મોટી સંખ્યામાં આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા.