/connect-gujarat/media/post_banners/12e0b6e04de5590d5f73eaba34c77ddd6893e08773f178961d55d3d25e26948a.jpg)
અંકલેશ્વરમાં કલરનું ઉત્પાદન કરતી એશિયન પેઇન્ટસ કંપના થેલીક ડિવિઝનમાં અચાનક આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી.
અંકલેશ્વરની કલર નું ઉત્પાદન કરતી એશિયન પેઇન્ટસ કંપની થેલીક ડિવિઝનમાં અચાનક આગ લાગી હતી. આગની જાણ થતાં 8 લાયબંબાઓ સાથે ફાયરની ટીમ સ્થળ પર પહોંચી હતી. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં અન્ય ફાયર સ્ટેશનોની મદદ લેવામાં આવી હતી. કંપનીના થેલીક ડિવિઝનના યુટીલીટીના કુલિંગ ટાવરમાં આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.જોકે આગની ઘટનામાં કોઈ જાનહાની ન પહોંચતા સૌ કોઈએ રાહતનો શ્વાસ લીધો હતો.ફેક્ટરી ઇન્સ્પેક્ટર આશુતોષ મેરૈયાએ જણાવ્યું હતું કે હાલ કોઈ જાનહાની થઇ નથી.કંપનીના થેલિકડિવિઝન માં યુટીલીટી વિભાગનાકૂલિંગ ટાવર માં આગ લાગી છે. આગ લાગવાનું કારણ જાણી શકાયું નથી. ઘટના અંગે સ્થળ તપાસ કરાઈ રહી છે.