/connect-gujarat/media/post_banners/75b1043415a461576371eaa0d867927e278aabb855112cd7af1d2e41e0808eae.jpg)
અંકલેશ્વર શહેરમાં ૨૦મી જુનના રોજ નીકળનાર ભગવાન જગન્નાથની રથયાત્રાને લઇ એ ડીવીઝન પોલીસ દ્વારા ફ્લેગ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું
આગામી ૨૦મી જુનના રોજ અષાઢી બીજના દિવસે ભગવાન શ્રી જગન્નાથજીની રથયાત્રા ભરૂચ-અંકલેશ્વર અને આમોદથી નીકળનાર છે ત્યારે અંકલેશ્વરના જગન્નાથ મંદિરથી રથયાત્રા નીકળનાર છે જે રથયાત્રા કોમી એખલાસ વચ્ચે શાંતિપુર્ણ વાતાવરણમાં યોજાય અને કોઇ અનિચ્છનીય બનાવ ન બને તે માટે અંકલેશ્વર વિભાગીય વડા ચિરાગ દેસાઈ આગેવાનીમાં શહેર એ ડીવીઝન પોલીસ મથકના પી.આઈ. અને અન્ય અધિકારી તેમજ પોલીસ જવાનો દ્વારા એ ડીવીઝન પોલીસ મથક ખાતેથી રેલ્વે સ્ટેશનના રથયાત્રાના રૂટ ઉપર ફ્લેગમાર્ચનું આયોજન કરવામાં આવ્યું હતુ. આ ફ્લેગમાર્ચમાં અંદાજીત ૭૦ થી વધુ પોલીસ જવાનો જોડાયા હતા.