Connect Gujarat
ભરૂચ

અંકલેશ્વર : નર્મદા નદીમાં પૂરની પરિસ્થિતીએ વિનાશ સર્જાયો, અનેક સોસાયટીઓ પાણીમાં ગરકાવ....

નર્મદા નદીમાં આવેલા ધોડાપૂરએ વિનાશ સર્જ્યો છે. નર્મદા નદીમાં આવેલા પુરના કારણે અંકલેશ્વરમાં ભયાનક પરિસ્થિતિનું નિર્માણ થયું છે.

X

નર્મદા નદીમાં આવેલ પૂરએ ભયાનક પરિસ્થિતિનું નિર્માણ કર્યું છે. અંકલેશ્વર, હાંસોટ રોડ પર આવેલી અનેક સોસાયટીઓ પાણીમાં ગરકાવ થઈ જતાં લોકો મકાનના પહેલા માળે રહેવા મજબૂર બન્યા હતા.

નર્મદા નદીમાં આવેલા ધોડાપૂરએ વિનાશ સર્જ્યો છે. નર્મદા નદીમાં આવેલા પુરના કારણે અંકલેશ્વરમાં ભયાનક પરિસ્થિતિનું નિર્માણ થયું છે. અંકલેશ્વર તાલુકાનાં અનેક ગામો પાણીમાં ગરકાવ થઈ ગયા છે. ત્યારે અંકલેશ્વર-હાંસોટ, દીવા રોડ પર આવેલી અનેક સોસાયટીમાં પહેલા માળ સુધી નર્મદા નદીના પાણી ફરી વળ્યાં છે. જેના કારણે લોકો મકાનના પહેલા માળે રહેવા મજબૂર બન્યા હતા. પુરના કારણે લોકોના જનજીવનને ભારે અસર પહોંચી છે. નર્મદા નદીમાં આવેલા ઘોડાપૂર વચ્ચે અંકલેશ્વર-સુરતને જોડતા જૂના નેશનલ હાઇવે નં.8 વાહન વ્યવહાર માટે બંધ કરાયો છે. અનેક લોકોના વાહનો પણ પાણીમાં ડૂબી જતાં લોકોને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. ભારે વરસાદના લીધે વેસ્ટર્ન રેલવેએ ગત રાત્રીના રેલવેના સિલ્વર બ્રિજ પરથી પસાર થતી તમામ ટ્રેનોના વ્યવહારને બંધ કરી ટ્રેનોને સ્ટેશનો પર ઊભી રાખી દેવામાં આવી છે. જેના કારણે અનેક લોકો પ્લેટફોર્મ પર રહેવા મજબૂર બન્યા છે.

Next Story