Connect Gujarat
ભરૂચ

અંકલેશ્વર: એસેન્ટ સ્કૂલ ખાતે ફૂડ એન્ડ ફન ફેરનું કરવામાં આવ્યું આયોજન

અંકલેશ્વર-રાજપીપળા માર્ગ ઉપર આવેલ ઑ.એન.જી.સી.કોલોની સ્થિત એસેંટ સ્કૂલ ખાતે ફૂડ એન્ડ ફન ફેરનું આયોજન કરવામાં આવ્યું હતું

X

અંકલેશ્વર-રાજપીપળા માર્ગ ઉપર આવેલ ઑ.એન.જી.સી.કોલોની સ્થિત એસેંટ સ્કૂલ ખાતે ફૂડ એન્ડ ફન ફેરનું આયોજન કરવામાં આવ્યું હતું

ગતરોજ સાંજે અંકલેશ્વરની ઑ.એન.જી.સી.કોલોની પાસે આવેલ એસેંટ સ્કૂલ ખાતે એસેંટ કાર્નિવલ અને ફૂડ એંડ ફન ફેરનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં આમંત્રિત મહેમાનોના હસ્તે રીબીન કટિંગ થકી કાર્નિવલ અને આનંદ મેળો ખુલ્લો મૂકવામાં આવ્યો હતો.આ ફૂડ એંડ ફન ફેરમાં વિદ્યાર્થીઓએ દ્વારા વિવિધ ખાણીપીણીના સ્ટોલ ઊભા કરવામાં આવ્યા હતા આ કાર્નિવલ અને આનંદ મેળામાં આમંત્રિતો,વાલીઓ તેમજ શાળા પરિવાર ઉપસ્થિત રહ્યો હતો.

Next Story