Connect Gujarat
ભરૂચ

અંકલેશ્વર: હાઇવે પર નર્મદા ગેટ હોટલ પાસેથી પુઠ્ઠાના બોબીનની આડમાં લઈ જવાતો વિદેશી દારૂ ઝડપાયો

નર્મદા ગેટ હોટલ પાસેથી પુઠ્ઠાના બોબીનની આડમાં સંતાડેલ 4.40 લાખનો વિદેશી દારૂ અને ટેમ્પો મળી કુલ 12.50 લાખના મુદ્દામાલ સાથે બે ઇસમોને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

X

અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે નર્મદા ગેટ હોટલ પાસેથી પુઠ્ઠાના બોબીનની આડમાં સંતાડેલ 4.40 લાખનો વિદેશી દારૂ અને ટેમ્પો મળી કુલ 12.50 લાખના મુદ્દામાલ સાથે બે ઇસમોને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ભરૂચ પોલીસ વડા મયુર ચાવડા અને ડી.વાય.એસ.પી ચિરાગ દેસાઈ દ્વારા અસામાજીક પ્રવૃતિ ચલાવતા ઈસમો સામે પગલાં ભરવા આપેલ સૂચનાને આધારે અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકના પી.આઈ વી.કે.ભુતીયા અને સ્ટાફ પેટ્રોલિંગમા હતો તે દરમિયાન બાતમી મળી હતી કે આઇસર ટેમ્પો નંબર-જી.જે.23.એ.ડબલ્યુ.1550માં વિદેશી દારૂનો જથ્થો ભરી બે ઇસમો સુરત તરફથી વડોદરા ખાતે જઈ રહ્યા છે.જેવી બાતમીના આધારે પોલીસે અંકલેશ્વર હાઇવે ઉપર નર્મદા ગેટ હોટલ પાસે વોચ ગોઠવી હતી પોલીસે બાતમી વાળો ટેમ્પો આવતા તેને અટકાવી ટેમ્પોમાં તપાસ કરતાં તેમાં રહેલ પ્લાસ્ટિકના પુઠ્ઠાનાની અંદર સંતાડેલ વિદેશી દારૂની 3864 નંગ બોટલ મળી આવી હતી પોલીસે 4.40 લાખનો દારૂ અને ટેમ્પો મળી કુલ 12.50 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો અને ખંભાતના કંસારી ગામનો ટેમ્પો ચાલક મુસ્તાક એહમદભાઈ વ્હોરા અને શાહરુખ ગુલામભાઈ વ્હોરાને ઝડપી પાડ્યો હતો જ્યારે અન્ય બેને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે.

Next Story