/connect-gujarat/media/post_banners/78d1c38726bd87fbe3f8227d07e6f03210e7fe607acc44521ee2b6b8d165c004.jpg)
ભીલાડથી ટેમ્પોમાં વેસ્ટ પાઉડરના ડ્રમની આડમાં સંતાડી લઈ જવાતા 8.28 લાખનો વિદેશી દારૂ મળી કુલ 18.28 લાખના મુદ્દામાલ સાથે અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે ચાલકને ઝડપી પાડ્યો હતો
ભરૂચ જિલ્લા પોલીસ વડા મયુર ચાવડા અને અંકલેશ્વર વિભાગીય પોલીસ વડા ચિરાગ દેસાઇના માર્ગદર્શન હેઠળ બી ડિવિઝન પોલીસ મથકના પી.આઈ વી.યુ.ગડરીયા સહિત સ્ટાફ પેટ્રોલિંગમા હતો તે દરમિયાન બાતમી મળી હતી કે બંધ બોડીનો આઇસર ટેમ્પો નંબર-એમ.એચ.05.એફ.જે.0171માં સુરત તરફથી વિદેશી દારૂનો જથ્થો ભરી ચાલક અમદાવાદ બાજુ જનાર છે.જેવી બાતમીના આધારે પોલીસે નેશનલ હાઇવે ઉપર સહયોગ હોટલ પાસે વોચ ગોઠવી હતી તે દરમિયાન બાતમી વાળો ટેમ્પો આવતા પોલીસે તેને અટકાવી ટેમ્પોમાં તપાસ કરતાં તેમાં રહેલ વેસ્ટ પાઉડરના ડ્રમની આડમાં સંતાડેલ વિદેશી દારૂની 7560 બોટલ મળી આવી હતી પોલીસે 8.28 લાખનો દારૂ અને 10 લાખનો ટેમ્પો મળી કુલ 18.28 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો અને મહારાષ્ટ્રના વાસીમ જિલ્લાના મોજરીગાવમાં રહેતો ટેમ્પો ચાલક પ્રદીપ ચંપતરાવ સોનોને ઝડપી પાડ્યો હતો જ્યારે અન્ય ચારને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે.