અંકલેશ્વર: તમારા પુત્રનું પાર્સલ આવ્યું છે કહી રૂપિયા 3 હજારની ઠગાઈ,જુઓ કુરીયર બોયે કેવી રીતે ખેલ પાડ્યો

જી.આઈ.ડી.સી.માં ગઠિયાઓએ નવો કીમિયો અજમાવી કેસ ઓન ડિલિવરી કરાવી 3 હજારની છેતરપિંડી કરી હોવાનો કિસ્સો સામે આવ્યો છે.

અંકલેશ્વર: તમારા પુત્રનું પાર્સલ આવ્યું છે કહી રૂપિયા 3 હજારની ઠગાઈ,જુઓ કુરીયર બોયે કેવી રીતે ખેલ પાડ્યો
New Update

અંકલેશ્વર જી.આઈ.ડી.સી.માં ગઠિયાઓએ નવો કીમિયો અજમાવી કેસ ઓન ડિલિવરી કરાવી 3 હજારની છેતરપિંડી કરી હોવાનો કિસ્સો સામે આવ્યો છે.

જમાના સાથે ગઠિયાઓ નવા કીમિયા અજમાવી રહ્યા છે.તેવો એક કિસ્સો અંકલેશ્વર જી.આઈ.ડી.સી.માંથી સામે આવ્યો છે.અંકલેશ્વર જી.આઈ.ડી.સી.ની સ્વાગત સોસાયટીમાં રહેતા ચંદુભાઈ જોશીના ઘરે ગતરોજ કુરીયર લઈને એક ઈસમ આવ્યો હતો અને આ કુરિયર તમારા દીકરાનું છે જેને છોડાવવા માટે કેસ ઓન ડિલિવરી માટે 3 હજારની માંગ કરતાં પરિવારે 3 હજાર રૂપિયા આપ્યા હતા અને જે બાદ તેઓના પુત્ર કે જે હાલ વિદેશમાં છે જેનો સંપર્ક કરતાં તેઓએ કોઈપણ જાતની વસ્તુ મંગાવી નથી તેવું કહેતા જ પરિવારે તેઓ છેતરાયા હોવાનું માલૂમ પડ્યું હતું.જો કે આ છેતરપિંડી અંગે પરિવારે કોઈપણ જાતની પોલીસ ફરિયાદ કરવાનું ટાળ્યું હતું.આ ઘટનામાં ભર ઉનાળામાં બપોરે ટોપી અને માસ્ક પહેરી કુરિયર આપવા આવેલ ગઠિયો ઘર પાસે લગાવેલ સીસીટીવી કેમેરામાં કેદ થયો છે ત્યારે કુરિયરના બહાને છેતરપીડી કરવા આવતા ગઠિયાઓથી સાવધાન રહે તેવી પરિવારે અન્ય લોકોને અપીલ કરી છે.

#courier boy #arrived #CGNews #parcel #Gujarat #Ankleshwar #Fraud #Scam
Here are a few more articles:
Read the Next Article