ભરૂચ જિલ્લાના અંકલેશ્વર GIDC વિસ્તાર સ્થિત સુષ્મા શાંતિ કેન્દ્રના સીનીયર સીટીઝન એક્ટીવીટી સેન્ટર ખાતે વૃદ્ધો માટે ફ્રી મેડીકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર GIDC વિસ્તારમાં રહેતા વૃદ્ધ વડીલો માટે સુષ્મા શાંતિ કેન્દ્રના સીનીયર સીટીઝન એક્ટીવીટી સેન્ટર ખાતે હેલ્પએજ ઈન્ડિયાના સૌજન્યથી ફ્રી મેડીકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. સવારે ૦૯.૩૦ કલાકે શરૂ થયેલા ફ્રી મેડીકલ ચેકઅપ કેમ્પનો મોટી સંખ્યામાં વૃદ્ધોએ લાભ લીધો હતો. જેમાં તમામ વૃદ્ધોને સુગર, બીપી તથા સામાન્ય રોગોની તપાસ કરી વિનામુલ્યે દવા આપવામાં આવી હતી. આ સાથે જ વૃદ્ધાવસ્થામાં આવતી વિવિધ બીમારીઓ અંગે નિષ્ણાંત તબીબો દ્વારા માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું. આ પ્રસંગે સોશ્યલ વેલ્ફેર કમિટી, AIA ચેરમેન કમલેશ પટેલ, ડો. હરીશ પટેલ સહિતના તબીબો અને મોટી સંખ્યામાં લાભાર્થી વૃદ્ધો ઉપસ્થિત રહ્યા હતા.