Connect Gujarat
ભરૂચ

અંકલેશ્વર : પોલીસ વિભાગના કોમળ દ્રશ્યો, અસ્થિર મગજની મહિલાને બાળકો સાથે સારવાર અર્થે ખસેડાઇ

અંકલેશ્વરના જીઆઇડીસી વિસ્તારમાં મગજથી અસ્વસ્થ મહિલા અને તેના બાળકોની કાળજી અને સંભાળ માનવ મંદિર ટ્રસ્ટે લીધી

X

અંકલેશ્વરના જીઆઇડીસી વિસ્તારમાં મગજથી અસ્વસ્થ મહિલા અને તેના બાળકોની કાળજી અને સંભાળ માનવ મંદિર ટ્રસ્ટે લીધી . નવું જીવન દાન આપવા માટે પ્રયાસો હાથ ધર્યા..

અંકલેશ્વર જીઆઇડીસી માનવ મંદિર વિસ્તારમાં છેલ્લા ઘણાં વર્ષોથી એક મહિલા ભટકતી નજરે પડી રહી છે. મહિલા સાથે સમય જતા બે બાળકો પણ નજરે પડ્યા હતા. મહિલા માનસિક દ્રષ્ટિએ થોડી અસ્વસ્થ છે જે બાળકોનો પણ યોગ્ય ઉછેર કરવામાં સક્ષમ નથી. આ સમગ્ર ઘટનાની ઘણા સમયથી ધ્યાન સુરત સ્થિત માનવ સેવા ટ્રસ્ટને હોવાથી એમણે મહિલાને પોતાના ટ્રસ્ટ પર લઈ જવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ મહિલાએ સ્થળ નહિ છોડતા મહિલા સહિત બે બાળકોની ચિંતા કરતા અરવિંદભાઈએ ફરી પ્રયાસ હાથધરી મહિલાને સમજાવતા આખરે મહિલા અને બે બાળકોને ટ્રસ્ટની એબુલન્સમાં પ્રાથમિક સારવાર આપી હતી.

અંકલેશ્વર જીઆઇડીસી પોલીસને જાણ કરી સંસ્થાએ કબ્જો મેળવી સુરત ખાતે માનવ સેવા ટ્રસ્ટ ખાતે લઇ જવામાં સફળતા પ્રાપ્ત કરી હતી . ટ્રસ્ટના સભ્ય અરવિંદભાઈએ જણાવ્યું હતું કે સંસ્થા હાલ ૩૦૦ થી વધુ લોકોની દરકાર કરે છે . પરિવારમાં ત્રણ સભ્યોનો ઉમેરો થતા તેઓ આવકારી રહ્યા છે. સંસ્થા માતા અને તેના બંને બાળકોની દરકાર રાખશે અને સારું જીવન આપવા પ્રયાસ કરશે.

Next Story