અંકલેશ્વર : "જાડી ચામડી" ના અધિકારીઓએ "જાડી ચામડી" ના નિર્દોષ પશુનો લીધો ભોગ, જુઓ શું છે આખી ઘટના

જીઆઇડીસીની અભિલાષા સોસાયટી પાસે બનેલી ઘટના, વરસાદી પાણીના નિકાલ માટે બનાવાય છે ગટર.

New Update
અંકલેશ્વર : "જાડી ચામડી" ના અધિકારીઓએ "જાડી ચામડી" ના નિર્દોષ પશુનો લીધો ભોગ, જુઓ શું છે આખી ઘટના

અંકલેશ્વર જીઆઇડીસીમાં આવેલી અભિલાષા સોસાયટી પાસે ખુલ્લી ગટરમાં ખાબકવાના કારણે આખલાનું મોત થયું છે. આખલાના મોત બાદ તંત્રની બેદરકારી સામે અનેક સવાલો ઉભા થયાં છે. ઘટના બાદ એકત્ર થયેલા રહીશોએ નોટીફાઇડ એરિયા સહિતના વિભાગો સામે રોષ ઠાલવ્યો હતો.

ચોમાસાની શરૂઆત થતાંની સાથે રસ્તાઓ પર રખડતાં પશુઓનો આતંક વધી જાય છે. ખાસ કરીને મુખ્ય રસ્તાઓ અને કચરાપેટીઓની આસપાસ રખડતાં પશુઓ અડીંગો જમાવી દેતાં હોય છે. પશુપાલકો તેમના પશુઓને ખોરાક અને પાણીની શોધમાં છુટા મુકી દેતાં હોય છે.

રખડતા પશુઓને કારણે વાહન ચાલકો અને રાહદારીઓ ભારે હાલાકીનો સામનો કરતાં હોય છે. ચોમાસામાં છાશવારે આખલાઓ યુધ્ધે ચઢતાં હોવાથી લોકોના જીવ જોખમમાં મુકાય જાય છે. ભુતકાળમાં રખડતાં પશુઓ અનેક લોકોના મોતનું કારણ બન્યાં છે. રસ્તાઓ પર રખડતાં પશુઓ આપણને આંખના કણાની માફક ખુંચતા હોય છે.

Latest Stories