/connect-gujarat/media/post_banners/144711732dc89cf7800d59b6fd3a91ec379c27bee83d290b244598962057cf69.webp)
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર જીઆઈડીસી પોલીસે યોગી એસ્ટેટના મેઈન ગેટ પાસેથી ઇક્કો કારમાંથી વિદેશી દારૂના જથ્થા સાથે 2 બુટલેગરોને ઝડપી પાડ્યા હતા.
મળતી માહિતી અનુસાર, અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતો. તે દરમિયાન પોલીસને બાતમી મળી હતી કે, નંબર પ્લેટ વિનાની ઇક્કો કાર લઇ યોગી એસ્ટેટના મેઈન ગેટ પાસે વિદેશી દારૂનો જથ્થો વેચાણ કરવા 2 ઈસમો આવનાર છે. જેવી બાતમીના આધારે જીઆઈડીસી પોલીસે યોગી એસ્ટેટના મેઈન ગેટ નજીક વોચ ગોઠવી હતી. તે દરમિયાન કેમાતુર ચોકડી તરફથી બાતમીવાળી ઇક્કો કાર આવતા પોલીસે તેને અટકાવી તેમાં તલાશી લેતા વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો, ત્યારે પોલીસે મુદ્દામાલ જપ્ત કરી નવા દીવા ગામના સ્કુલ ફળિયામાં રહેતા 2 બુટલેગરોની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.